કેટલાયે માનવો આવી ગયા
ખૂબ થોડા જિન્દગી જીવી ગયા
ગામથી તો શ્હેરમાં જઈને વસ્યા
શહેરથી પરદેશમા પ્હોચી ગયા
આમ અમને આ ધરા નાની પડી
ચન્દ્ર પર ને મંગળે ઉડી ગયા
માનવીના મન સુધી તો ના ગયા
ઈશને પાડોશમાં ચૂકી ગયા
ધ્યેય વિનાની ગતિથી દોડતાં
આખરે પાછા ઘરે આવી ગયા
આવતા ઘરમાં જરા મોડુ થયું
ક્યાં મને મૂકી દિલીપ, ચાલી ગયા
by dilip gajjar
from collection of gazal, Anterdeep
ખૂબ થોડા જિન્દગી જીવી ગયા.
ઈશને પાડોશમાં ચૂકી ગયા,
માનવીના મન સુધી તો ના ગયા.
ધ્યેય વિનાની ગતિથી દોડતાં,
ખૂબ થોડા જિન્દગી જીવી ગયા.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
By: dhavalrajgeera on January 2, 2009
at 4:43 pm
માનવીના મન સુધી તો ના ગયા
ઈશને પાડોશમાં ચૂકી ગયા
Very Well said – Dilip
Siraj Patel “Paguthanvi”
By: Siraj Patel "Paguthanvi" on January 9, 2009
at 5:15 pm