
1935 – 8th January 2009
લેસ્ટરના શ્રી વિનય કવિની ચિરવિદાય વેળાએ શ્રધ્ધાંજલિ તેમની જ એક ગઝલથી
જનમથી મરણ સુધી
આમ તો વાત પ્રણયની નયનથી નયન સુધી,
હોય વિસ્તાર પણ એનો ધરાથી ગગન સુધી.
આ બંને પ્રસંગોએ જીવ પડીકે બંધાય છે મારો,
એના આગમન પહેલાં પછી એના ગમન સુધી.
નથી તેજ આંખોમાં કે નથી જોર મારા કદમોમાં
દિલની લગન લઈ જાય છે એના સદન સુધી.
આ છે દયા એની કે કરે છે પરિક્ષા મહોબતની ?
આપે છે મુલાકાત તો એ પણ આપે સપન સુધી.
વહે છે રાતદિન ઉરમાં ને ટપકે છે આંખોથી,
નથી હદ મારી વ્યથાઓની માત્ર કવન સુધી.
ભળી જશે પ્રાણ તો પંચભૂતમાં એ છતાં પણ,
રહી જશે આંખડી ખુલ્લી એમના દર્શન સુધી.
નહિતર એ માનશે કે હું કરી ગયો બેવફાઈ,
એ મોત, થોભી જા તું જરા એના આગમન સુધી.
રોપું છું આજ છોડ અમનનો અને આટલું ચાહું,
એ ફૂલેફાલે અને જાય સુગંધ મારા વતન સુધી.
લખો સ્મરણ શિલા પર એની તો આટલું લખજો,
કવિતાને પૂજી છે ‘બદનામે’ જનમથી મરણ સુધી.
Shraddhanjali to Vinaybhai Kavi
Leicester’s reknown Poet -Vinay Kavi ‘Budnam’
who suddenly passed away, our thoughts and prayers are with his family at present.
from Dilip Gajjar , Leicester Gurjari & Litarature Group of Leicestrer.
————–
પરિવારને સાંત્વના સદ્ગત કવિને અંજલિ, વિનયભાઈની અચાનક વિદાયથી શોકની લાગણી વ્યાપી ગઈ છે
-ગુજરાતી રાઈટર્સ ફોરમ, બેટલી, યોર્કશાયર ના પ્રમુખ જ. અહમદ ગુલ તથા સભ્યો.
——————-
We are sorry to hear about the sudden death of Vinay Kavi. The memories of our last visit to Leicester on the occasion of the launch of his last collection of ghazals “Dil Ek Dard Hazar”are still vivid in our minds. We will not forget the warmth and the hospitality Vinay Kavi had displayed on that day. He was a good poet, writer and such a lovable and likable person.
This was followed by his attendance at the Bolton Mushaira on 19th October 2008 where he presented his love poem so beautifully that the hall resounded with the shouts of once more, once more. He finished, leaving the audience extremely pleased with his poem and his peformance. Now that he is no more, our mushairas will not be the same. He will be really missed.
We will no doubt miss his charming personality and child like innocence. These are rare qualities, not found in many people these days.
May his soul rest in peace and may God grant you all the strength to bear this sudden loss with patience and courage.
We remain -The Office beareres and Members of The Gujarati Writers Guild, UK
Mahenk Tankarvi- Siraj Paguthanvi and Members
વિનયભાઇના અવસાનથી ગુજરાતી સાઇહ્ત્યને મોટામાં મોટી ખોટ પડી છે.છેલ્લે,મે 18 2007ને દિવસે લેસ્ટરમાં મળ્યા હતા તેનું સ્મરણ છે.અવારનવાર ફોન દ્વારા પણ વાતો થતી.હું એમનાકાવ્યો,નાટકો,વાર્તાઓનો ચાહક હતો. તમારા બ્લોગ દ્વારા એઓશ્રીને અંજલિ આપું છું સમગ્ર ગુજરાતી સમાજને એમની ખોટ અનુભવશે.એમના સ્વજનોને દિલાસો પાઠવું છું
By: harnish5 on January 10, 2009
at 10:27 pm
May his soul rest in peace and may God grant all the strength to all family and friends to bear this sudden loss.
His smiling face and wonderfull poems will live forever.
He has left a big void and will be missed by all poet in the world.
Pradip Mehta Leicester.
By: Pradip Mehta on January 14, 2009
at 11:46 am
vinay bhai. we will miss name deceased
I know for certain that we never lose the people we love, even to death. They continue to participate in every act, thought and decision we make. Their love leaves an indelible imprint in our memories. We find comfort in knowing that our lives have been enriched by having shared their love.
please accept my heartfelt sympthies for your loss.our thoughts are with you and your family during this difficult time.
aruna kanabar leicester
By: aruna kanabar on January 15, 2009
at 7:59 am
મળી રણમહીં વીરડી આ જાદુ કવિતાનો
ને જીવાઈ ગઈ જિંદગી આ જાદુ કવિતાનો
હસતો રહ્યો ‘બદનામ’ બધા દુ;ખદર્દોમાં
જનમથી મરણ લગી આ જાદુ કવિતાનો
વિનય કવિ ‘બદનામ’
By: Dilip Gajjar on January 15, 2009
at 3:08 pm
લખો સ્મરણ શિલા પર એની તો આટલું લખજો,
કવિતાને પૂજી છે ‘બદનામે’ જનમથી મરણ સુધી.
Very appropriate Sradhanjali couplets by Dilip Gajjar-
Siraj Patel “Paguthanvi”
Secretary – Gujarati Writers’Guild-UK
By: Siraj Patel"Paguthanvci" on January 16, 2009
at 3:27 pm
ભળી જશે પ્રાણ તો પંચભૂતમાં એ છતાં પણ,
રહી જશે આંખડી ખુલ્લી એમના દર્શન સુધી.
આજે વિનયભાઈનો દેહ પંચભૂતમાં વિલીન થયો અને આત્મા અનંત તરફ ગતિમાન…
આજ વરસાદી સવારે સ્નેહીજ્ન વિદાય દઈ
અશ્રુભીની અંજલિ વિનય કવિને દઈ રહ્યા !
દિલ એક હજાર દર્દ પોતે સહી ઉરથી અધર
મ્હેફીલોમાં કેટલો આનંદ લૂટાવી ગયા ! dilip
By: dilip Gajjar on January 17, 2009
at 5:05 pm
So sorry to learn about Kavi’s sudden death. Vinaybahi has always been a true gentleman, a romantic poet and gifted writer who established new standards in diasporic gujarati literature. His departure leaves a silence that would be palpable in various Gujarati literary meetings.
Pleas pass on our heartfelt symapathy to his family.
Faruque
By: Faruque Ghanchi on January 24, 2009
at 3:02 pm
Faruquebhai, I will pass your message to Vinay Kavi’s Family.
Dilip Gajjar
By: Dilip Gajjar on January 24, 2009
at 6:08 pm