
ઓગષ્ટ ૨૦૦૮ લેસ્ટરમાં વિનય કવિના ‘દિલ એક દર્દ હજાર’ ના વિમોચન પ્રસંગે સમગ્ર યુ.કે માંથી પધારેલ કવિમિત્રો.
બેઠેલ પંકિતમાંઃ- ડાબેથી મહેંક ટંકારવી, હારુન પટેલ, બેદાર લાજપુરી, અદમ ટંકારવી, વિનય કવિ,વસુબેન ગાંધી,શોભા જોષી, િકર્તીબેન મજિઠીયા, મધુબેન ચાંપાનેરી ઉભેલાંઃ- ડાબેથી પથિક પગુથનવી, વિનોદ ઘડિયાળી, દિલીપ ગજ્જર, ભવન પટેલ, અહમદ ગુલ, બાબર બંબુસરી, શબ્બીર કાજી, પ્રફુલ્લ અમીન, પ્રેમી દયાદરવી, કદમ ટંકારવી, અશોક પટેલ, સુફી મનુબરી, ઈસ્માઈલ દાજી, સિરાજ પટેલ, ફારુક શેખ
Gazal
િદલ તો છે એક ને ઝખ્મો હઝાર શું કરવું
ને નથી કોઈ ખબર પુછનાર શું કરવું
મળ્યું તો સ્મિત મને તે ફકત પળભરનું
અશ્રુ આપ્યા મને અનરાધાર શું કરવું
કોઈ સાંભળતું નથી, કોઈ સમજતું યે નથી
બહુ રુંધાય છે દિલની પુકાર શું કરવું
બધા જ બેઠાં છે પોતાના જખ્મો ગણવામાં
નથી અહીં કોઈને મારો વિચાર શું કરવું
હાંક મારી’તી અમે જેમને મદદ માટે
એ બધા ચાલ્યા ગયા બારોબાર શું કરવુ
મળી’તી માણવા ‘હારુન’ માંડ વરસો પછી
આ અડધી સાંજ આ અડધી સવાર શું કરવું
-હારુન પટેલ કોઠીકર
આ ગઝલ ‘દિલ એક દર્દ હજાર’ ના વિમોચન પ્રસંગે લેસ્ટરના મુશાયરામાં સદગત વિનય કવિને અર્પિત કરી હતી ત્યારે તેઓ અત્યંત ભાવવિભોર બની ગયા હતાં
i really glad to your web site. i would like to read in gujarati `chhappa of akha’ . And a poem `mithi mathe bhat’. they are really really interesting. everyone enjoy them. please send me if possible.
By: rupal on January 11, 2009
at 1:34 am