Posted by: Dilip Gajjar | May 11, 2009

પ્યાર પણ દીધો મને-પ્રેમી દયાદરવી

DGimageગઝલ

આંખમાં ખુમાર પણ દીધો મને

દિલમાં એનો પ્યાર પણ દીધો મને

સંકટોનો પહાડ તેં આપ્યા પછી

સબ્રનો આધાર પણ દીધો મને

પાંખ કાપીને પછી આ જાલિમે

આભનો વિસ્તાર પણ દીધો મને

ફૂલ મળ્યા’તાં સતત જે હાથથી

એ જ હાથે ખાર પણ દીધો મને

સાવ જૂઠી વાત મને સમજાવવા

દુશ્મનોએ પ્યાર પણ દીધો મને

નફરતોની આગ ‘પ્રેમી’ ઠારવા

પ્રેમ અનરાધાર પણ દીધો મને

પ્રેમી દયાદરવી, બ્લેકબર્ન


Responses

  1. પાંખ કાપીને પછી આ જાલિમે
    આભનો વિસ્તાર પણ દીધો મને

    સુંદર ગઝલ.

  2. ફૂલ મળ્યા’તાં સતત જે હાથથી
    એ જ હાથે ખાર પણ દીધો મને

    બહુંજ સુંદર,,,

  3. Respected Sir,

    After read it,bookmarked also and will share with other friends at our next meet for “GHAZALS”.

    Health Tips

    -Mansi Shah


Leave a response

Your response:

Categories