Posted by: Dilip Gajjar | June 17, 2009
સપનાની વાત સાચી પડે તો ગઝલ કહું
હસતો ચહેરો રાખીને પરદેશમાં ફરતાં રહ્યાં
પણ વતનની યાદથી લ્યો ,આંખ આ ભીંજાઈ ગઈ
આજે કવિમિત્ર હારુન પટેલ ની એક ગઝલ રજુ કરું છુ.આશા છે રસિકોને ગમશે,
ગઝલ
સપનાની વાત સાચી પડે તો ગઝલ કહું
તારી કશેક ભાળ મળે તો ગઝલ કહું
અજવાશ આ કેવો કે દઝાડે છે રોમરોમ
સૂરજ આ અવદશાનો ઢળે તો ગઝલ કહું
કરવી છે વાત મારે વાત વિગતવાર ઝ્ખ્મની
દિલમાં જરાક દર્દ વધે તો ગઝલ કહું
જીવનના સીધા સાદા સવાલોમાં રસ નથી
પ્રશ્નોમાં જરા ગૂંચ પડે તો ગઝલ કહું
દૌબારા, વાહવાહનો ઘોંઘટ શું કરું
દિલથી કોઈ ઈર્શાદ કહે તો ગઝલ કહું
મારું તમારું એમનું છે દર્દ આ દિલમાં
આ દર્દથી રાહત જો મળે તો ગઝલ કહું
દુર્ભાગ્ય મારું એવું કે તું તો મળી નહીં
તારા જ જેવું કોઈ મળે તો ગઝલ કહું
‘હારુન’ સમી સાંજમાં અંધારું થઈ ગયું
યાદોના દીપ દિલમાં જલે તો ગઝલ કહું
-હારુન પટેલ,બોલ્ટન
તેમના ‘તરસ એઅક દરિયાની’ ગઝલ સંગ્રહમાંથી
હારુન’ સમી સાંજમાં અંધારું થઈ ગયું
યાદોના દીપ દિલમાં જલે તો ગઝલ કહું
Nice ! Congrats, Harunbhai ! It is nice of you to post it, Dilipbhai.
Inviting Harunbhai to Chandrapukar.
http://www.chandrapukar.wordpress.com
By: DR. CHANDRAVADAN MISTRY on June 19, 2009
at 3:00 am
અજવાશ આ કેવો કે દઝાડે છે રોમરોમ
સૂરજ આ અવદશાનો ઢળે તો ગઝલ કહું
ખૂબ સરસ…
સુંદર ગઝલ.
By: સુનિલ શાહ on June 19, 2009
at 4:55 am
SARAS RACHNA !
જીવનના સીધા સાદા સવાલોમાં રસ નથી
પ્રશ્નોમાં જરા ગૂંચ પડે તો ગઝલ લખું
pls see this sher may be type mistake ‘lakhu’ insted of ‘kahu’or may be i am wrong.it is a conditional gazal read my gazal like that http://ishqpalanpuri.wordpress.com/2008/03/11/to-lakhu/
By: 'ISHQ'PALANPURI on June 22, 2009
at 9:17 am
Ishq, I have correct typing mistake.
thanks for comment.
By: Dilip Gajjar on June 22, 2009
at 4:46 pm