03 Duniya me joi chhe 1
મુક્તક
ખિલેલાં પુષ્પ જગના બાગમાં ખુશ્બુ લૂટાવે છે
જગતના સૌ વિરોધાભાસ સહી વિકાસ સાધે છે
હરિના માર્ગ પર કેવળ શૂરા પરમાર્થ ને ઝંખે
ઉભા રહી દ્વારની વચ્ચે દલાલો સ્વાર્થ સાધે છે
-દિલીપ ગજજર
વેદોનો જીવનવાદ લઈ, વિજયી થઈને વિશ્વે વિચરે;
એ આર્ય સનાતન સાચો છે, છોડી અકાર્ય જે કાર્ય કરે !
છે પરાક્રમી, ના ખાટીક છે; છે કલાકાર ના લંપટ છે;
શક્તિ-સુંદરતા બેઉ પ્રભુચરણે ધરનાર પૂજારી છે !
-હરિભાઈ કોઠારી
એક રંગ કંકુ ને એક રંગ લોહી છે
ભૂલ કેમ ખાઉ કહો, દુનિયા મેં જોઈ છે
બગલા ને હંસ વિષે દિસતો ના ભેદ ભલે,
ધોળું બધું દૂધ ગણી બુદ્ધિ ના મોહી છે
મીઠાના પાણીમાં આંસુનો સ્વાદ ભલે
પલમાં પિછાણું જો આંખડી કો રોઈ છે
કાગડાની કાળાશે કોયલ ના ઢંકાતી
જગને ડોલાવે એ કોયલની બોલી છે
મહેલોના ખ્વાબ ઘણાં ભડકે બળે છે જગે
કુટિયા કો ઘાસતણી હસતી મેં જોઈ છે
અસલી ને નકલીના ભેદ તો બતાવે કાળ
કો’દિ ના બુરાઇથી ભલાઈ એણે તોલી છે
-હરિભાઈ કોઠારી
To listen this song clik on link above photo, Dilip with Haribhai Kothari in Leiceter 2003
Singer: Rekha Trivedi
શ્રી દિલીપભાઈ
ગીતના ભાવને સુંદર અવાજ અને સંગીતથી
પરમ સીમાએ લઈ જૈ મંત્ર મુગ્ધ કરી દીધા.
કવિએ સંસારના રંગોને પીંછાણી સરળ શૈલીમાં
મનભાવન રીતે તરબતર કરતાં ગહન ભાવમાં
ડૂબાડ્યા.
મહેલોના ખ્વાબ ઘણાં ભડકે બળે છે જગે
કુટિયા કો ઘાસતણી હસતી મેં જોઈ છે
પંક્તિની મજા સાંભળતાં જ ખીલી ઊઠી.
રમેશ પટેલ(આકાશદીપ)
Thanks for sharing nice geet and thoughts
By: Ramesh Patel on June 23, 2009
at 11:03 pm