Painting by Dilip Gajjar
મિત્રો, ચાલો આજે પરંપરાથી જરા જુદી રીતે કવિમિત્ર કૃષ્ણ દવેનું વાંસલડી ડોટ કોમ ગીત માણીએ,…. જન્માષ્ટમી ઉત્સવ ..પ્રથમ જન્મ અને બીજા જ દિવસે જેનું જીવન ઉત્સવ તરીકે ઉજવાવા લાગ્યું આખું ગોકુળ થનગનવા લાગ્યું તેનું ઘેલું આજ પણ કવિ ગાયકો અને પ્રેમીઓને ભક્તોને આબાલવ્રુદ્ધ સહુને છે..દિને દિને નવં નવં નમામિ નંદ સંભવમ.. એવા કૃષ્ણ આજના સંદર્ભમાં પણ કોમ્પ્યુટર યુગમાં ઈન્ટરનેટ ઉપર વાંસલડી ડોટ કોમ બનીને દોડી આવે છે ત્યારે ઈન્ટરનેટ ઉપર સરફીંગ કરનાર અને બ્લોગર્સનો આનંદ પણ વધી જાય છે… સમય સાથે રહે તે સાધારણ અને સમય કરતાં આગળ વધે તે અસાધારણ..કૃષ્ણ સમય કરતા પહેલાં જન્મ્યા છે તેથી ફ્યુચરાસ્ટીક લાગે છે…
વાંસલડી ડોટ કોમ
વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું ?
ધારો કે મીરાબાઈ ડોટકોમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભિંજાય અએનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત
તુલસી, કબીર, સુર, નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું ઝાખું.

એ જ ફકત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાયરસ ભૂસીં શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઈન્ટરર્નેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
-કૃષ્ણ દવે
khuba ja majaani rasasabhara rachanaa.
Thanks to share.
Ramesh Patel(Aakashdeep)
By: Ramesh Patel on August 14, 2009
at 4:27 pm
મજાનું ચિત્ર અને મજાની રચના. દિલીપભાઈ, તમે સુંદર પેઈન્ટર છો એ આજે ખબર પડી. તમારી બહુમુખી પ્રતિભાના હજુ કેટલા પાસાં ખુલવાના બાકી છે ? …
વાંસલડી ડોટ કોમ ગીતને બે અલગ સ્વરમાં સાંભળવું હોય તો
http://www.mitixa.com/2008/19.htm
By: દક્ષેશ on September 6, 2009
at 1:28 pm
Krushnabhai aapana album Ni Biji Rachana ono Rasawad Karavso To Vadhu Anand Aavase. Jai Shri Krishna.
By: raghuvir mehta on September 13, 2009
at 7:51 pm
dilipbhai namskar khub sari rite kavya prastut karel chhe thanks. pl contect on my e mail krushnadave@yahoo.co.in
By: krushna dave on October 22, 2009
at 5:13 pm