Posted by: Dilip Gajjar | September 6, 2009
ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે -દિલીપ ગજજર
ગઝલ
તૂટે ચાંચો જ્યાં કેવળ શાસ્ત્રની વાતો બડી થાશે
ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે
વળી જા એકસોને એંસી અંશે અંતરયામિ છે
ભટકવાથી તો કેવળ ટાંટિયાઓની કઢી થાશે
કરી મોટો અહં તે સાંકળો બાંધે છે સત્તાની
કહો એ કોણ છે જે તૂટતા દિલની કડી થાશે ?
ડુબીને ધ્યાનસાગરમાં જરા ફંફોળતા સંભવ
તને તળીયે પડેલાં સુખ તણી ચાવી મળી જાશે
તપેલી ખોપડીમાં શબ્દ પડતા છમ કરી ઉડે
અમસ્તી વાતમાંથી વાત વધવાથી લડી જાશે
સબંધો દિવ્ય ક્યાં છે દર્પણે પ્રતિબંબ જૂઠ્ઠા છે
‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે
-દિલીપ ગજજર
સબંધો દિવ્ય ક્યાં છે દર્પણે પ્રતિબંબ જૂઠ્ઠા છે
‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે
જીવનનું સત્ય. સંબંધો શાશ્વત નથી એની મોટાભાગના લોકોને ખબર હોય છે છતાં સૌ એને અવગણી જીવે છે એ જ આશ્ચર્ય નથી શું ?
(….असत्यम सत इति अवभासयते..સાવ સાચુ દક્ષેશ, આશ્ચર્યોનું આશ્ચર્ય અને કોઠે પણ પડી ગયેલ..ધન્યવાદ)
By: દક્ષેશ on September 6, 2009
at 1:31 pm
Nice Gazal.
તપેલી ખોપડીમાં શબ્દ પડતા છમ કરી ઉડે
અમસ્તી વાતમાંથી વાત વધવાથી લડી જાશે
By: Pancham Shukla on September 6, 2009
at 9:12 pm
તૂટે ચાંચો જ્યાં કેવળ શાસ્ત્રની વાતો બડી થાશે
ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે
nice gamyu
By: jayeshupadhyaya on September 7, 2009
at 3:27 am
વળી જા એકસોને એંસી અંશે અંતરયામિ છે
ભટકવાથી તો કેવળ ટાંટિયાઓની કઢી થાશે
khuba kahi…
ડુબી જા દિલના દરિયે પ્રેમના અક્ષર અઢી થાશે
nice just like ocean.
Ramesh Patel(Aakashdeep)
By: Ramesh Patel on September 7, 2009
at 4:18 am
.good hazal. all shers are chotdaar.
સબંધો દિવ્ય ક્યાં છે દર્પણે પ્રતિબંબ જૂઠ્ઠા છે
‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે
reality of the life.
By: manhar m.mody ('મન' પાલનપુરી) on September 7, 2009
at 4:22 pm
khub sudar …aap mara aangane aavya te badal khub khub abhaar
By: Dhaval Navneet on September 7, 2009
at 11:12 pm
dilipbhai i always enjoy your work though i am not an authority on ghazal
સબંધો દિવ્ય ક્યાં છે દર્પણે પ્રતિબંબ જૂઠ્ઠા છે
‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે
અરીસાની સપાટી કયું તથ્ય વ્યક્ત કરે છે?
By: himanshupatel555 on September 8, 2009
at 12:47 am
વળી જા એકસોને એંસી અંશે અંતરયામિ છે
ભટકવાથી તો કેવળ ટાંટિયાઓની કઢી થાશે
ડુબીને ધ્યાનસાગરમાં જરા ફંફોળતા સંભવ
તને તળીયે પડેલાં સુખ તણી ચાવી મળી જાશે
Very well said Dilip……its a food for thought.
Siraj Patel “Paguthanvi”
By: siraj patel "paguthanvi" on September 8, 2009
at 8:01 pm
દિલીપભાઈ,
વાહ, એક એક પંકિત ચોટદાર અને ઘણું કહી દે છે.
આટલી સરસ રચના આપવા બદલ અભિનંદન !
તમારા વિચારોની અભિવ્યકિત ખુબ ઊંચી અને સચોટ !
સબંધો દિવ્ય ક્યાં છે દર્પણે પ્રતિબંબ જૂઠ્ઠા છે
‘દિલીપ’ નિજના ગણે છે તે જ તુજથી આથડી જાશે
- આ ‘આથડી’ શબ્દ બદલે ‘બાખડી’ વાપર્યો હોત તો !
By: પ્રવિણ શ્રીમાળી on September 12, 2009
at 8:45 am
સુંદર રચના.
સબંધો વિશે સરસ કહ્યું. નિજના કોણ છે એ કોને ખબર
સબંધના ત્રિકોણમાં ક્યારેક છુપાયેલ ચોથો કોણ હોય છે.
આપણો જેને માન્યે એ શખ્સ કોણ જાણે કોણ હોય છે !
ક્યારેક એકલવ્ય ય બનવું પડે બધું શિખવા માટે અહિં .
બાકી મુર્તિમાં સંતાયેલ આત્મા એ ગુરૂ દ્રોણ હોય છે.
પ્યારમાં હવે આવી ગઈ છે થોડી ચિવટતા કેમ સનમ ?
પ્રેમની કણકમાં ક્યાંક હવે થોડું ઓછું પડતું મોણ હોય છે.
લો, દિલીપભાઈ આપે તો મને ય કવિ બનાવી દીધો.
By: નટવર મહેતા on September 13, 2009
at 12:30 pm
વાહ નટવરભાઈ શું વાત કહી છે…!!!!!!!!અદભુત્
By: srinathji on September 26, 2009
at 10:47 pm
true….good philosophy…deep thinking…
By: devikadhruva on September 13, 2009
at 3:20 pm
very nice Gazal………..
By: preetam lakhlani on September 14, 2009
at 4:19 pm
બહુ સરસ વાત દિલીપભાઈ.
By: srinathji on September 26, 2009
at 10:45 pm
Thanks Shrinathji..I would like to read your writting..Regards Dilip
By: Dilip Gajjar on September 27, 2009
at 5:24 pm
કરી મોટો અહં તે સાંકળો બાંધે છે સત્તાની
કહો એ કોણ છે જે તૂટતા દિલની કડી થાશે ?..
કોણ તૂટતા દિલની કડી થશે….ખૂબ સરસ
સપના
By: sapana on October 20, 2009
at 3:13 am
Dilipji at the end of the poem all your posetivity
turned in to typical bitterness-related to relationships.Why these two oposite attitudes in one work?
By: p.c.kokila on November 16, 2009
at 2:23 pm