છે દિવાલીમાં અલી રમાદાનમાં શ્રી રામ છે
સૃષ્ટીકર્તાનો વિવિધતાથી ભર્યો દમામ છે !
-દિલીપ ગજ્જર
Integration
હવે નફરતનું આ વાદળ, હટી જો જાય તો સારું
પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું
તમે ગોરા કે કાળા, એશિયન કે આફ્રીકન હો,
હરએકના લોહીનો રંગ લાલ છે સમજાય તો સારું
Gazal ખુદ્દાર થઈને જીવો
ગફલતને ફગાવી દો, બેદાર થઈને જીવો
છોડો આ હતાશાને, ખુદ્દાર થઈને જીવો
આ માનવી કુદરતનું છે સર્વ શ્રેષ્ઠ સર્જન
તેથી જ આ ધરતીનો, શણગાર થઈને જીવો
થઈ જાવ મિત્રો સામે, તો પુષ્પથી યે કોમળ
પણ દુશ્મનોની સામે, તલવાર થઈને જીવો
આ પંથ છે અજાણ્યો, અંધકાર ચોતરફ છે
અંધારા માર્ગે વીજનો ઝ્બકાર થઈને જીવો

આ માનવી કુદરતનું છે સર્વ શ્રેષ્ઠ સર્જન
તેથી જ આ ધરતીનો, શણગાર થઈને જીવો
I just picked these nice words of the Gazal….
ID MUBARAK to ALL ….May this Day bring back LOVE & PEACE on this Earth…..on which the HUMANS are the Highest Creationsm as the Poet says !
Nice to visit your Blog after returning Home froma trip…Thanks for your Visits to Chandrapukar…..Chandravadan
http://www.chandrapukar.wordpress.com
By: DR. CHANDRAVADAN MISTRY on September 22, 2009
at 2:50 pm
છે દિવાલીમાં અલી, રમાદાનમાં શ્રી રામ છે
સૃષ્ટીકર્તાનો વિવિધતાથી ભર્યો દમામ છે !
-દિલીપ ગજ્જર
What a pretty good couplet ! Well done Dilip
Siraj
By: siraj patel "paguthanvi" on September 22, 2009
at 8:15 pm
છે દિવાલીમાં અલી રમાદાનમાં શ્રી રામ છે
સૃષ્ટીકર્તાનો વિવિધતાથી ભર્યો દમામ છે !
વાહ!
મુક્તક અને ગઝલ પણ સરસ છે.
By: પંચમ શુક્લ on September 22, 2009
at 9:29 pm
છે દિવાલીમાં અલી, રમાદાનમાં શ્રી રામ છે
સૃષ્ટીકર્તાનો વિવિધતાથી ભર્યો દમામ છે !
-દિલીપ ગજ્જર
Geartlly said.
મુક્તક અને ગઝલ પણ સરસ છે.
Now days U-TURN requried.
Thanks for sharing.
Ramesh Patel(Aakashdeep)
By: Ramesh Patel on September 22, 2009
at 10:10 pm
i hope your ‘integration’ wish come true. your selection is also good for it is a continuity of your
muktaka….
By: himanshupatel555 on September 23, 2009
at 12:15 am
છે દિવાલીમાં અલી, રમાદાનમાં શ્રી રામ છે …
વાહ દિલીપભાઈ, તમે તો શબ્દ અને અર્થ બંનેની ચમત્કૃતિ કરી છે. દિવાલીમાં છૂપાયેલ અલી અને રમાદાનમાં છૂપાયેલ રામને શોધીને લોકોની સામે પ્રસ્તુત કરવા બદલ અભિનંદન.
By: દક્ષેશ on September 29, 2009
at 5:39 pm