દિલની વાતો
ક્યાં કવિની નાતજાતો હોય છે
એક તેનો શબ્દ નાતો હોય છે
એક તેનો એકડો જો ઘુંટિયો
તો પછી ક્યાં રક્તપાતો હોય છે
ભાવતાલોની કશી પરવા નથી
પ્રેમીઓની દિલની વાતો હોય છે
દુનિયા આખી ચહે જે ઢુંઢવા
પામનારો ગીત ગાતો હોય છે
ડર કશો ના તૂટવાનો હોય તો
તે જ થઈ તારક ચમકતો હોય છે
દિલતણો રાજા જગે જે થઈ ગયો
વંશ માટે ક્યાં ભટકતો હોય છે ?

ક્યાં કવિની નાતજાતો હોય છે
એક તેનો શબ્દ નાતો હોય છે……
Oh ! what a nice start of your Rachana, Dilipbhai !,,,Nice !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
By: DR. CHANDRAVADAN MISTRY on September 29, 2009
at 1:25 pm
Thanks Chandravadanbhai.Dilip
By: Dilip Gajjar on September 29, 2009
at 4:46 pm
ડર કશો ના તૂટવાનો હોય તો
તે જ થઈ તારક ચમકતો હોય છે
majanI gazal.Enjoyed દિલની વાતો
Ramesh Patel(Aakashdeep)
By: Ramesh Patel on September 29, 2009
at 4:08 pm
Shri Rameshbhai, Thanks.Dilip
By: Dilip Gajjar on September 29, 2009
at 4:47 pm
આખે આખી ગઝલ મઝાની છે.
દિલથી નીકળેલી દિલની વાતો.
દુનિયા આખી ચહે જે ઢુંઢવા
પામનારો ગીત ગાતો હોય છે
(આ શેરની મસ્તી અને અલગારી પણું સ્પર્શી ગયાં).
આપના કાવ્યસંગ્રહ-અંતરદીપ-ને અજવાળતો ફોટો પણ ગમ્યો. આપનો કાવ્યસંગ્રહ.
By: પંચમ શુક્લ on September 29, 2009
at 4:52 pm
દિલતણો રાજા જગે જે થઈ ગયો
વંશ માટે ક્યાં ભટકતો હોય છે ?
ક્યા બાત હૈ … ગઝલની શરૂઆત પણ દમદાર છે
ક્યાં કવિની નાતજાતો હોય છે
એક તેનો શબ્દ નાતો હોય છે
દિલીપભાઈ, બહુ સરસ વાત કહી.
By: દક્ષેશ on September 29, 2009
at 5:36 pm
a good Gazhal
By: Wafa on September 29, 2009
at 5:40 pm
દિલિપભાઇ ઘણી સરસ ગઝલ. મતલાનો શેર જ જબરદસ્ત છે. ‘અંતરદીપ’ અમેરિકા સુધી આવ્યો હોય તો ઠેકાણું આપશો, તો એનાં અજવાળાંનો અનુભવ મેળવી શકાય.
By: jagadishchristian on September 30, 2009
at 12:20 am
inside of your ANTARADEEP from out side
ક્યાં કવિની નાતજાતો હોય છે
એક તેનો શબ્દ નાતો હોય છે
every poet is expressed in evry word he use,and every use of word with it’s SPHOTA is poetry.
you said it right, Dilipbhai. thank u
By: himanshupatel555 on September 30, 2009
at 12:22 am
દિલપભાઈ સૌ પ્રથમ તો તમે જે ગઝલસંગ્રહ “અંતરદીપ” પુસ્તક પ્રકાશિત કર્યું તે બદલ અભિનંદન!! તમારા ગઝલસંગ્રહની ગઝલોની ઊંડાઈ અમારા અંતર સુધી ઊતરી ને અંતર ને ઉજાળે તેવી અભ્યર્થના!
દિલીપભાઈ, સરસ. વાહ.. કવિ ને શું વળી નાતો-જાતો કે વાડા?!
બસ એ તો મસ્ત અલગારી, પોતાની દુનિયામાં પોતાનામાં જ મસ્ત રહેનાર!
તેનો નાતો કુદરત્ની પ્રકૃતિ અને દિલની ભાવનાઓ સાથે અને કાગળ અને કલમ સાથે!
ડર કશો ના તૂટવાનો હોય તો
તે જ થઈ તારક ચમકતો હોય છે
દિલતણો રાજા જગે જે થઈ ગયો
વંશ માટે ક્યાં ભટકતો હોય છે ?
આ પંક્તઓમાં ગંભીરતા અને ખુબ જ ઊંડાણ છે. જેને તૂટવાનો ડર નથી તે આકાશમાં તારકની જેમ ઊંચાઈઓ પર ચમકતો રહેવાનો!
By: પ્રવિણ કે.શ્રીમાળી on September 30, 2009
at 7:46 am
Dilip
So much has been said in their comments by various personalities in respect of your above Gazal “DIL NEE VAATO” that I find it difficult as to what other appropriate words I should use to appreciate it. In short its a very nice Gazal having thoughtful meaning in its couplets.
SirajPatel “Paguthanvi”
By: siraj patel "paguthanvi" on September 30, 2009
at 5:49 pm
ભાવતાલોની કશી પરવા નથી
પ્રેમીઓની દિલની વાતો હોય છે
Amtardeep maate abhinandan.
Sapana
By: sapana on September 30, 2009
at 10:26 pm
સરસ ગઝલ.
By: હિના પારેખ on October 1, 2009
at 9:14 am
વાહ, દિલીપભાઈ,
જિન ખોજાં તિન પાઇયાં.
પછી?
પછી ‘પામનારો ગીત ગાતો હોય છે.’
કાનમાં મોરપીંછ ફરતું હોય એવું લાગ્યું.
કાશ, રક્તપાતવિહીન દુનિયાનું સ્વપ્ન ક્યારેક સાકાર થાય.
તમારા કાવ્યપુષ્પ સાથે મેચ થાય એવી એક પાંખડી મારા તરફથી પણ —
‘‘કોઈ ગોરો કોઈ કાળો માનવી,
રક્તનો તો રંગ રાતો હોય છે.’’
માનવમાત્રનું લોહી લાલ છે અને લાલ લોહીવાળા માનવના હાથે લાલ લોહીવાળા માનવના રક્તથી રંગાયેલી આ ધરતીને જોઈને દર સાંજે આકાશની આંખો પણ લાલચોળ થઈ જાય છે.
અપેક્ષાઓ જગાડતી કવિતા.
By: Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર) on October 1, 2009
at 1:31 pm
Thank you so much uncle, for visiting my site and your valuable comment.
It’s my pleasure & pride, as a Brush-artist u admire my site
bcoz I love colour more than words !! it’s my passion !
I really missed ganesha exhibition but now, will
just inform me if mansukhbhai is going to arrange again.
Pinki Pathak (Brahmbhatt)
http://webmehfil.com/
I replied on your mail but failed.
By: Pinki on October 1, 2009
at 4:04 pm
ક્યાં કવિની નાતજાતો હોય છે
એક તેનો શબ્દ નાતો હોય છે
sada saral shabdo ma undi vaat. khub saras gazal.
By: manhar m.mody ('મન' પાલનપુરી) on October 1, 2009
at 4:36 pm
દિલીપ
મુનિ મિત્રાનંદસાગર ની પંકિતઓના અનુસંધાનમાં મારું બોલટન(યુ.કે.)ના ટ્રાયલિન્ગુઅલ મુશાયરામાં મેં રજુ કરેલું મુકતક અત્રે પ્રસ્તુત છે
હવે નફરતનું આ વાદળ હટી જો જાય તો સારું
પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું
તમે ગોરા કે કાળા, એશિયન કે આફ્રિકન હો
હરેકના લોહીનો રંગ લાલ છે સમજાય તો સારું
સિરાજ પટેલ “પગુથનવી”
By: siraj patel "paguthanvi" on October 1, 2009
at 9:47 pm
સિરાજભાઈ,
એ જ તો નથી સમજતા લોકો.
સમજે છે ચામડીનો રંગ.
ગોરો રંગ, કાળો રંગ.
સમજે છે ધર્મનો રંગ.
ભગવો રંગ, લીલો રંગ.
અને આ બધા માટે જે વહેવડાવાય છે એનો રંગ તો માત્ર ને માત્ર લાલ જ છે.
તમે કહ્યું એવું સમજી જશે લોકો, ત્યારે કેવી સરસ દુનિયા હશે એ જોવાનું આપણું સદ્ભાગ્ય નહી હોય…
By: Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર) on October 2, 2009
at 11:13 am
ભાવતાલોની કશી પરવા નથી
પ્રેમીઓની દિલની વાતો હોય છે
વાહ દિલીપભાઈ વાહ.
આપને અભિનંદન!
આપનો અંતરદીપના ઉજાસ અમારા જેવા માટે પાથરવા બદલ.
અભિપ્રાય આપવામાં મોડો પડ્યો કારણ કે, એક પ્રેમ કથા પાંગરી રહી હતી. એને શબ્દદેહ આપવામાં આખી જાત રોકી દીધી હતી સ્વને વિસરીને સર્જન કરવાની મજા માણી રહ્યો હતો. એકાદ અઠવાડિયામાં બ્લોગ પર રજુ કરીશ એમાં પણ આપની જેમ
“પ્રેમીઓની દિલની વાતો હોય છે” ની જ વાત છે.
By: નટવર મહેતા on October 6, 2009
at 2:07 am
Dilip Bhai, Aap No Blog Joyi Ne Khub Anand Thayo…Ane Khas Kari Ne Aa Ghazal Mane Khub Gami….Shu Vaat Kahi Che Aape… “Kyan Kavi Ni Naatjaato Hoy Che…Ek Teno Shabd Naato Hoy Che….” Wah….
By: Muntazir on October 17, 2009
at 7:03 pm
ક્યાં કવિની નાતજાતો હોય છે
એક તેનો શબ્દ નાતો હોય છે..
કેટલી સાચી વાત છે…નહી?
ભાવતાલોની કશી પરવા નથી
પ્રેમીઓની દિલની વાતો હોય છે
આ પણ એટલી જ સાચિવાત…્મારે અંતરદિપ બુક જૉઇએ છે…કેવી રીતે મેળવું?
સપના
By: sapana on October 20, 2009
at 3:09 am
Dilipbhai,
Thank you for visiting my blog.
Hume kya malum aap bhi gazal ke shaukin hai..!!
ભાવતાલોની કશી પરવા નથી
પ્રેમીઓની દિલની વાતો હોય છે
Great passions here..!!
By: ruchir on November 9, 2009
at 3:19 am