Posted by: Dilip Gajjar | October 31, 2009
માઈક મળે તો કોઈ છોડે ?…કૄષ્ણ દવે

પરસેવો બિચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?
નાના અમથા એ ટીંપા શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેચાતા ભાગમાં
કંટાળો જાણે કે આખ્ખુ કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
છેલ્લી બે વાત, એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે
સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
કૄષ્ણ દવે
નિતાંત સુંદર..અને પાછા આતો કૃષ્ણ દવે …ભાઈ વાહ ..દિલીપ ભાઈ ખુબ આભાર આ સુંદર અનુભવ ની વહેચણી કરવા બદલ
By: Dhaval Navaneet on October 31, 2009
at 10:14 am
Oh! What a nice Post ! I really LIKED the way all words to express a DEEPER MEANING….Congrat, Krishna Dave !…Thanks , Dilipbhai for publishing it as a Post !>>>>CHANDRAVADAN MISTRY
Inviting ALL to CHANDRAPUKAR !
http://www.chandrapukar.wordpress.com
By: Dr. Chandravadan Mistry on October 31, 2009
at 12:10 pm
ખરેખર સો ટકાની વાત કરી કૄષ્ણ્ભાઈ દવે..આ માઈક જો હાથમા આવે તો કોઈને છોદવુ ના ગમે..છેલ્લે સાકર ગાંગડાને મંકોડાની વાત પર મનભરી હસી..આભાર દિલીપભાઈ
સપના
By: sapana on October 31, 2009
at 1:30 pm
Something new ! Very nice. Really enjoyed it.Appreciation all the way and congratulation to Krishna Dave and also to Dilip Gajjar for the display.
Siraj Patel “Paguthanvi”
By: siraj patel "paguthanvi" on October 31, 2009
at 2:48 pm
Quite refreshing!
By: Pancham Shukla on October 31, 2009
at 7:57 pm
સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
sabhaani maja ane sajaa.
Ramesh Patel(Aakashdeep)
By: Ramesh Patel on October 31, 2009
at 9:11 pm
મુશાયરાની બેઠક હો યા રાજકીય મંચ હો એકલ કે સજોડે
માઈક મળે તો કોઈ છોડે ?
ક્રુષ્ણભાઈની વાંસળીને કોઈ માઈકની જરૂર છે ખરી.
By: jagadishchristian on October 31, 2009
at 11:43 pm
આ વકતાઓ ઘરે પણ એવું જ હેરાન કરતા હોય છે. શા માટે ઘરના માણસો આ બધું સહન કરતા હશે?
By: vkvora, Atheist, Rationalist on November 1, 2009
at 1:37 am
કૄષ્ણભાઈ ની આ રચના ખુબ જ વખણાયેલી, ખુબ જ સરસ રચના! પણ દિલીપભાઈ, તમે પંકિતઓ ને લેખની જેમ જ સડસડાટ સીધે સીધી જ રાખી ને લખી છે, આ કાવ્ય “વેબ મહેફિલ” માં પણ આવેલ છે આપ તે જોઈ લે શો, તો ખ્યાલ આવી જશે.
By: પ્રવિણ કે.શ્રીમાળી on November 2, 2009
at 4:10 am
સ્વાનુભવે કહું છું, ખૂબ નમ્રતાથી કે મહેફિલમાં કૃષ્ણ દવે માઈક પર હોય તો એમને આ રચના રજુ કરતા સાંભળવાનો લ્હાવો અનેરો છે… અને જો કૃષ્ણ દવે જ્યાં સુધી આ રચના રજુ ના કરે એમેને માઈક ના છોડવા દેવાય એ વાત મારા મતે તો ચોક્કસ!
By: Faruque Ghanchi on November 7, 2009
at 10:07 pm