બે હજાર ને નવનું આવ્યું વર્ષ નવ

b17maartent1021

Welcome 2009

 

બે હજાર ને નવનું આવ્યું વર્ષ નવ 

ઉરમહીં  ઉમટે  ઉમંગો  હર્ષ નવ 

આઠ વિત્યુ  પાઠ  દઈને  ઠાઠથી 

નવજીવન આહ્વાન કર સંઘર્ષ નવ 

આવતું  જાતું  જગત  રોકાય  ના

અબઘડીમાં પામું પ્રેમલ સ્પર્શ નવ

સ્થીર  નવડો  નવને ઘડીએ  બ્રહ્મનો 

સત્યનો  ગુણાકાર છે  ઉત્કર્ષ  નવ 

ભેટ  સર્વોત્તમ  જીવનની સાચવો 

તારવો  વિચારથી     વિમર્શ   નવ 

પાપા પગલી ભરતાં શિખ્યો માનવી 

લાગે  ના બૂરી  નજરનું   કર્સ નવ 

આ ધરા પર દોસ્ત જીવવું હોય તો 

જૂલ્મીઓનો  કાઢવો  નિષ્કર્ષ નવ 

નિર્વિચારોની સમાધિ લે  િદલીપ 

શુદ્ધ મનથી તાજગી સહર્ષ  નવ 

 

દિલીપ ગજ્જર લેસ્ટર

Curse means a Cause of harm or Misery

કેટલાયે માનવો આવી ગયા by Dilip Gajjar

  

કેટલાયે   માનવો   આવી    ગયા 

ખૂબ  થોડા  જિન્દગી જીવી  ગયા 

ગામથી  તો  શ્હેરમાં જઈને વસ્યા 

શહેરથી   પરદેશમા  પ્હોચી  ગયા 

આમ  અમને  આ ધરા નાની પડી 

ચન્દ્ર  પર  ને   મંગળે  ઉડી  ગયા 

માનવીના  મન  સુધી તો ના ગયા 

ઈશને   પાડોશમાં    ચૂકી    ગયા 

ધ્યેય   વિનાની  ગતિથી   દોડતાં 

આખરે  પાછા  ઘરે  આવી  ગયા 

આવતા  ઘરમાં  જરા  મોડુ  થયું 

ક્યાં મને મૂકી દિલીપ, ચાલી ગયા


by dilip gajjar
from collection of gazal, Anterdeep

 

Welcome to Leicestergurjari

આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને

ગુર્જરી  સોળે સજી શણગાર વચ્ચે  આવશે

-આદિલ મન્સૂરી ‘લેસ્ટર ગુર્જરી’ શરુ કરવામાં તેમની પ્રેરણા પાયારુપ રહી છે તે માટે કૃતજ્ઞ છું

lgwelcome2

Welcome Illustration by : Dilip Gajjar