બે હજાર ને નવનું આવ્યું વર્ષ નવ

b17maartent1021

Welcome 2009

 

બે હજાર ને નવનું આવ્યું વર્ષ નવ 

ઉરમહીં  ઉમટે  ઉમંગો  હર્ષ નવ 

આઠ વિત્યુ  પાઠ  દઈને  ઠાઠથી 

નવજીવન આહ્વાન કર સંઘર્ષ નવ 

આવતું  જાતું  જગત  રોકાય  ના

અબઘડીમાં પામું પ્રેમલ સ્પર્શ નવ

સ્થીર  નવડો  નવને ઘડીએ  બ્રહ્મનો 

સત્યનો  ગુણાકાર છે  ઉત્કર્ષ  નવ 

ભેટ  સર્વોત્તમ  જીવનની સાચવો 

તારવો  વિચારથી     વિમર્શ   નવ 

પાપા પગલી ભરતાં શિખ્યો માનવી 

લાગે  ના બૂરી  નજરનું   કર્સ નવ 

આ ધરા પર દોસ્ત જીવવું હોય તો 

જૂલ્મીઓનો  કાઢવો  નિષ્કર્ષ નવ 

નિર્વિચારોની સમાધિ લે  િદલીપ 

શુદ્ધ મનથી તાજગી સહર્ષ  નવ 

 

દિલીપ ગજ્જર લેસ્ટર

Curse means a Cause of harm or Misery

2 thoughts on “બે હજાર ને નવનું આવ્યું વર્ષ નવ

  1. બે હજાર નવની વઢામણી અને શુભ કામનાની પ્રાથના માટે ઉપયોગાયેલા કાફિયા એક નવીજ ભાત ઉપસાવે છે.
    2009 ઈસ્વીસન અને 1430 હિજરી નવું વરસ સમગ્ર માનવ જાત માટે સુખ શાંતિનાં પૂષ્પો લાવે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s