પ્રેમ-સહારો-ઈન્ટીગ્રેશન, by Siraj Patel

img_0401

પ્રેમ નૌકા,

પ્રેમ નૌકા, પ્રેમ સુકાની, પ્રેમ સાગર,  કિનારો

પ્રેમ  પર સૃષ્ટીનો  પાયો, પ્રેમ  ઈશ્વરને પ્યારો

પ્રેમ કુદરતનું સૌન્દર્ય પ્રેમ જાણે મોજોની ધારો

‘સિરાજ’ હોય શકે શું ! પારો એનો માપનારો


સહારો

પ્રેમને  જ્યારે વફા નો  સાથ   મળતો   જાય છે

સિલસિલો એ પ્યારનો મજબૂત બનતો જાય છે

બિન  સહારે ઝોલાં ખાતી ને હતી  અટવાયેલી

‘સિરાજ’ નૌકા ને કિનારો આજ મળતો જાય છે


Integration

હવે  નફરતનું  આ  વાદળ  હટી  જાય  તો   સારું

પરસ્પર  એકતા  જેવું  હવે  જો   થાય  તો   સારું

તમે, ગોરા  કે કાળા,  એશિયન  કે  આફ્રિકન  હો

હરએકના લોહીનો રંગ લાલ છે   સમજાય તો સારું


સિરાજ પટેલ ‘પગુથનવી’

બોલ્ટન ના શાયર

Illustration is taken from Siraj Patel’s Recently Published Book ‘from London with Love’

Artwork & Graphics by Nargisbanu & Zainualabedin

Advertisements

મુકિત ગઝલ !

 

republic-day1

 

 

 

 


અમે સૌ મુક્ત શ્વાસો ખૅંચીએ શાને ખુમારીથી 
તજ્યાં નીજ શ્વાસ અંતિમ તે અમર નામી અનામી છે 
ભગતસિંગ, વીર સાવરકર, ખુદી, સુભાષ, બિસ્મીલે 
તજી સુખસેજ સુંવાળી હોમી દીધી જુવાની છે 
અહિંસા વ્રત ધરીને હિન્દ છોડોની કરી હાંકલ  
ખમી ત્રણ ગોળી ગાંધીએ અહો, શી કુરબાની છે  
‘કદી ના જીવતાંજી શત્રુનું શરણું હું સ્વીકારું’ 
પ્રતિજ્ઞા ચન્દ્રશેખરે શબ્દશઃ પાળી બતાવી છે 
ફરી તવ કૂખે લઈશું જન્મ ‘વન્દે માતરમ’ કહીને 
ચુમી ફાંસી ભગતસિંગે ગીતા કેવી પચાવી છે 
જીવનથી પણ વધુ ઉંચુ જીવનનું ધ્યેય છે મુકિત 
છું હિન્દી, કહી જતીને પ્રાણની બાજી લગાવી છે 
ગુલામી યાતના સ્મરશું તો મુકિત મૂલ્ય સમજાશે 
સ્વનું ગુણરાજ્ય આણીશું સફળતાની નિશાની છે 
ગયા શત્રુ છતા તાંડવ વધુ ગૌરવને શું ગાવું 
જગે નીજના જ લોકોએ અગર ગરદન ઝુકાવી છે 
ગયા સહું રંગભેદો સૌને સરખા હક્ક બ્રિટનમાં 
લહેરાતો ત્રિરંગો ને ગગન જો આસમાની છે  
વતનથી દૂર જઈ ‘દિલીપ’ વતનની યાદ ક્યાં જાતી ?
સહેજ સ્મરતાં વતનને આંખડી મારી ભિંજાણી છે

દિલીપ ગજજરના વન્દે માતરમ
26 January 2009

तुम्हारे दर्शनकी बेला by Dilip Gajjar

मरण   उत्सव   बनानेका

osho

*

तुम्हारे दर्शनकी बेला है मौसम रास रचानेका

लिये उल्लासकी सांसे  समय मस्तीमें जीनेका


अगर अमृत बीज बोया, झहरका फल ये क्यो आया

जीवन ये प्यारसे पाया  तो  प्याला प्रित पिलानेका

 

खुदाका घ्यान गर करता कभी खुदको भी देखु मै,

सृजन  सत्कर्म  करना है  अमन  सुमन खिलानेका 


जीवन उपहार है अन्मोल जीवनपूजन ही है सच्चा

मै ईन्सान हुं अहिन्सक बन ये अवसर गीत गानेका


जीवनको पाया है एक दिन जीवन खो जायेगा एक दिन

जनम   उत्सव   मनानेका    मरण   उत्सव   बनानेका

 

१९ जनवरी ओशो निर्वाण दिन

दिलीप गज्जर, लेस्टर 


સમય-અરુણા કાનાબાર

img088

સમય

શમણું બનીને આવે સમય, રસ્તો મંજિલને ઝંખે

ક્યારેક ધોળે દિવસે  પણ તારા બતાવી જાય છે

ઓળખી ગઈ છે ચાંદની પણ હવે અમને 

આવતાની સાથે જ કાળી થઈ જાય છે 

કરું વિનંતિ ફૂલને, ના કર મમતા ડાળથી 

સમય ક્યારેક ડાળને પણ જડમૂળથી ખેરવી જાય છે 

કોરી શૂન્યતા અને ભૂરી ઝંખના એટલે આકાશ 

સમયની આગળ નસીબ પણ બિચારું પાંગળું બની જાય છે 

બત્તી વગરનો અંધકાર અને વિજોગણ રાતનો આધાર 

સમયના પાપે દુશ્મન તો શું ,દોસ્ત પણ ડગમગી જાય છે

-અરુણા કાનાબાર, લેસ્ટરના કવિયત્રી

ચિત્ર દોરાતું નથી-Dilip Gajjar

chitra3

   

વિક્ષિપ્ત ચારિત્ર્ય

દોરવું   છે  માનવીનું  ચિત્ર   દોરાતું   નથી 

વિશ્વમેળામાં વિરલ વ્યક્તિત્વ વર્તાતું  નથી

કલ્પનાના  રંગ  કોરા  કાગળે  પુરવા નથી 

દંભી  ચહેરે સત્યનુ  સ્વરુપ  સમજાતું નથી 

દેશની માટીમાં પાક્યા બુધ્ધ ગાંધી કૃષ્ણ જ્યાં 

આજ  તેવું  મારી  નજરે કોઈ દેખાતું  નથી 

અંગથી તો બેઉ સરખા બુધ્ધિ હો વિવેકહિન્ 

ચિત્ત ચંચલ નર કે વાનર તે જ પરખાતું નથી 

યુનિ.માંથી  બાર  આવી તુર્ત બોલી નાંખતો

વિશ્વ સર્જનહાર  છે સાબિત કંઈ  થાતું નથી 

નામને  ખિતાબથી  મોટા બની ખોટા ઠર્યા, 

આત્મ પ્રામાણિક બનવાનું  જ પોષાતું નથી  

અન્યના અજ્ઞાન પર તેં જ્ઞાન વેચી ઘર ચણ્યું 

પણ અહમ ફુગા ફૂલે જીવન ઉચું  જાતું નથી  

ખુબ ભણતર તેં કર્યુ સંસ્કાર કે આકાર શો ? 

બાવલું  કપિનું વિનાયક  રુપ કહેવાતું નથી 

ભોગ  ને વિકારનો શિકાર માનવ થઈ  ગયો

 દૈવી  સંસ્કારોનું  ચહેરે  નૂર   દેખાતું  નથી

 કેટલો  ડૂબી ગયો  વ્યવહારમાં  પરિવારમાં

એક પલ પરમાત્માનું ધ્યાન પણ થાતું  નથી

બાળના નિર્દોષ મુખડે મેં પ્રભુ હસતા  દીઠાં 

તેજ  ચહેરે  કંસ   રાવણરુપ  જોવાતું  નથી 

સ્વાર્થના સ્વાધ્યાયથી તો કંસ ચારુણ વર્ધનમ્ 

સંસ્કૃતીનું વર્ધન અર્જુન આમ કંઈ થાતું નથી 

શીલ, ધન, શ્રદ્ધાનું શોષણ તોય પૂછે શું ગયુ ? 

જૂલ્મ   ને અન્યાય  સામે  ચૂપ રહેવાતું  નથી 

ધર્મ મારો યા મરો, જિવો જીવવા દો ક્યાં રહ્યો ?

વેરના  દૂષણમાં  ભૂષણ કોઈ  સચવાતું  નથી 

વૃક્ષ  પંખી  નભના  તારા  દોરવા  કેવા સરળ 

મૂઢ  ને  વિક્ષિપ્તનું  ચારિત્ર્ય  ચિતરાતું  નથી 

દેહ  નશ્વર  લઈને  અક્ષર કાવ્ય કંડાર્યુ  છતાં ,

કવિજીવન જીવનકવનમાં સામ્ય વંચાતું  નથી 

પદ પ્રતિષ્ઠા વિત્તવિણ  દિલીપ, તારું મૂલ્ય શું ? 

આજ તુજ અપમાન કરતાં કોઈ શરમાતું નથી

-દિલીપ ગજજર, લેસ્ટર