પ્યાર જોવા દે
રસીલી મારી સજનીનો મને શણગાર જોવા દે
દમકતા તાજની છાયામાં એનો પ્યાર જોવા દે
તું સુંદરતમ છે અંતે તાજ પણ બોલી ઉઠ્યો આજે
ઝલક તારી નજાકતની તું વારંવાર જોવા દે
છબી લાવું નજરની સામે તારી કેટલી વેળા
છતાંયે દિલ મને કહે છે ફરી એકવાર જોવા દે
છલકતાં જામની પેઠે ગઝલ ઉભરાય છે મારી
ગઝલનું રુપ ધારણ કરતા આ અશઆર જોવા દે
ક્ળી જાશે જગત ‘સિરાજ’ ના દિલની પરિસ્થિતિ
જરા તું એને મારો ભાવભીનો પ્યાર જોવા દે
િસરાજ પટેલ,બોલ્ટન
અશઆર=પંકિત, ક્ળી જાશે=સમજી જશે
from his recently published book ‘from London With Love’
શેખાદમ આબુવાલા નું મુક્તક યાદ આવી ગયું…
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
અશઆર એ ગઝલનાં શે’રનું બહુવચન છે એવું મને હાલમાં જાણવા મળ્યું છે.
bahu sarase