ખીલ્યો છે ગુર્જરીમાં ગુલઝાર ગઝલનો,
શબ્દે શબ્દે મહેકી રહ્યો પ્યાર ગઝલનો.
હતો એ સમય કે નાક મચકોડતા કવિઓ,
થયો સાહિત્યમાં આજે સુમાર ગઝલનો.
શયદા, મરીઝ અને અદમના પ્રતાપે,
બધે મનાયો છે હવે અધિકાર ગઝલનો.
ગુજરાતથી માંડી છેક અમેરિકા સુધી,
કહે ક્યાં ક્યાં નથી થયો વિસ્તાર ગઝલનો !
જગ આખું થઈ ગયું ‘તું નિરસ જ્યારે,
કિરતારને આવ્યો ત્યારે વિચાર ગઝલનો .
કાજળ છે કાફિયાનું અને મેદી રદીફની,
વળગે ઊડીને આંખે શણગાર ગઝલનો.
ના વાહવાહ કે ના દુબારા દુબારામાં,
છે નિજાનંદમાં સાચો પુરસ્કાર ગઝલનો
જીવી રહ્યો છું ‘બદનામ’ હું જેના સહારે,
ભૂલાય કેવી રીતે ઉપકાર ગઝલનો ?
લેસ્ટરના વિનય કવિ ‘બદનામ’ ના િદલ એક દર્દ હજાર સંગ્રહમાંથી
Realy ’બદનામ’
kamlesh
જગ આખું થઈ ગયું ‘તું નિરસ જ્યારે,
કિરતારને આવ્યો ત્યારે વિચાર ગઝલનો .
સુંદર..
મારા એક મિત્રની ગઝલ માંથી બે કડી.
શબ્દો જ શબ્દો જ શબ્દો ગઝલમાં,
બહુ તંગ સ્થિતિ થઇ કાફીયામાં.
નજરચૂક થઇ હોય તો વાત જુદી,
લખાવ્યું હતું નામ મેં હાંસિયામાં. – ભગવતી કુમાર પાઠક
dilipbhai,
namaskar!
aa kavya sangrah mane mumbai thi post karelo malyo chhe!
sundar rachnao chhe.
vadil kavishri ne naman pathhvu chhu!
Dr, Mahesh, Vinaybhai is not anymore with us.
your comment was on his last day of earth.
જીવી રહ્યો છું ’બદનામ’ હું જેના સહારે,
ભૂલાય કેવી રીતે ઉપકાર ગઝલનો ?
લખનાર કવિ હવે આ લોકમાં નથી પણ લખતા ગયા છે કે,
લખો સ્મરણ શિલા પર તો આટલું લખજો,
કવિતાને પૂજી છે બદનામે જનમથી મરણ સુધી
મને ખાત્રી છે તેમની કવિતા વાચકને લઈ જશે તેમના ચિરકાળ સ્મરણ સુધી
‘ વિનયભાઈ, હું તમને નહિ ભુલૂ ‘-દિલીપ ગજજ્જર