સાપ્તાહિક ગઝલ
સોમવારે પારણું બંધાય છે
બોખા દાદીમા બહુ હરખાય છે
ઘુઘરા વાગે છે મંગળવારના
ને પછી હાલરડું પુરું થાય છે
બુધવારે સોટી ચમચમ વાગતી
વિદ્યા ઘમઘમ કરતી આવી જાય છે
ને ગુરુવારે મળે રુમઝુમ પરી
શુક્રના પ્રભાતે ઉડી જાય છે
થાક લાગે છે શનિવારે બહું
ને કબરમાં ટાંટિયા લંબાય છે
હા રવિવારે તો છુટ્ટી પાળીએ
ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે
-અદમ ટંકારવી
Adam Tankarvi(in Center) presenting gazal & conducting Mushaira, Launching book of Siraj patels ‘ from London With Love’.
19th Octo. Bolton Tri-Lingual Mushaira ( Ahmad Gul on Left) Photo by Dilip Gajjar
ઉર્દૂ કવિએ પોતાની પહોંચ પ્રમાણે,ઉમ્રે દરાઝ(લાંબી)માં ચાર દિવસજ માંગેલા.અને તેમાં પણા, બે આરઝૂના+બે ઇંતેઝારના= માંગકે લાયેથે ચાર દિન.. વાત પુરી
ગુજરાતી ને કોણા શું શાં પૈસા ચાર કહે છે? આપણા કવિએ તો આખા અઠવાડિયનોજ સોદો કરી, કાર્યક્રમ ઘડી કાઢ્યો.અને એ અઠવાડિયાં કેટલાં એ ગોપિત છે. ભારે કરીને..
હા રવિવારે તો છુટ્ટી પાળીએ
ત્યાં જ મૃત્યુઘંટ વાગી જાય છે
Wah Kavi Wah
Adam Tankarvi is really a great poet. What a poem integrating the whole life span in seven short-lived stages starting from the Birth on Monday till death on Sunday. Its a philosophy of KSHNaBhangoor life posing lots of hidden questions as to why human race is so much tempted towards worldly entities when every body kinows that life is so short.
Siraj “Paguthanvi”
LEICESTATIN GUJARATI KAVYAVISHVA
Leicesterma shabdo jive chhe
jivan – ras gadho pive chhe
sayar jane gazal musasal
dhabakar sath nato sive chhe