ચિત્ર દોરાતું નથી-Dilip Gajjar

chitra3

   

વિક્ષિપ્ત ચારિત્ર્ય

દોરવું   છે  માનવીનું  ચિત્ર   દોરાતું   નથી 

વિશ્વમેળામાં વિરલ વ્યક્તિત્વ વર્તાતું  નથી

કલ્પનાના  રંગ  કોરા  કાગળે  પુરવા નથી 

દંભી  ચહેરે સત્યનુ  સ્વરુપ  સમજાતું નથી 

દેશની માટીમાં પાક્યા બુધ્ધ ગાંધી કૃષ્ણ જ્યાં 

આજ  તેવું  મારી  નજરે કોઈ દેખાતું  નથી 

અંગથી તો બેઉ સરખા બુધ્ધિ હો વિવેકહિન્ 

ચિત્ત ચંચલ નર કે વાનર તે જ પરખાતું નથી 

યુનિ.માંથી  બાર  આવી તુર્ત બોલી નાંખતો

વિશ્વ સર્જનહાર  છે સાબિત કંઈ  થાતું નથી 

નામને  ખિતાબથી  મોટા બની ખોટા ઠર્યા, 

આત્મ પ્રામાણિક બનવાનું  જ પોષાતું નથી  

અન્યના અજ્ઞાન પર તેં જ્ઞાન વેચી ઘર ચણ્યું 

પણ અહમ ફુગા ફૂલે જીવન ઉચું  જાતું નથી  

ખુબ ભણતર તેં કર્યુ સંસ્કાર કે આકાર શો ? 

બાવલું  કપિનું વિનાયક  રુપ કહેવાતું નથી 

ભોગ  ને વિકારનો શિકાર માનવ થઈ  ગયો

 દૈવી  સંસ્કારોનું  ચહેરે  નૂર   દેખાતું  નથી

 કેટલો  ડૂબી ગયો  વ્યવહારમાં  પરિવારમાં

એક પલ પરમાત્માનું ધ્યાન પણ થાતું  નથી

બાળના નિર્દોષ મુખડે મેં પ્રભુ હસતા  દીઠાં 

તેજ  ચહેરે  કંસ   રાવણરુપ  જોવાતું  નથી 

સ્વાર્થના સ્વાધ્યાયથી તો કંસ ચારુણ વર્ધનમ્ 

સંસ્કૃતીનું વર્ધન અર્જુન આમ કંઈ થાતું નથી 

શીલ, ધન, શ્રદ્ધાનું શોષણ તોય પૂછે શું ગયુ ? 

જૂલ્મ   ને અન્યાય  સામે  ચૂપ રહેવાતું  નથી 

ધર્મ મારો યા મરો, જિવો જીવવા દો ક્યાં રહ્યો ?

વેરના  દૂષણમાં  ભૂષણ કોઈ  સચવાતું  નથી 

વૃક્ષ  પંખી  નભના  તારા  દોરવા  કેવા સરળ 

મૂઢ  ને  વિક્ષિપ્તનું  ચારિત્ર્ય  ચિતરાતું  નથી 

દેહ  નશ્વર  લઈને  અક્ષર કાવ્ય કંડાર્યુ  છતાં ,

કવિજીવન જીવનકવનમાં સામ્ય વંચાતું  નથી 

પદ પ્રતિષ્ઠા વિત્તવિણ  દિલીપ, તારું મૂલ્ય શું ? 

આજ તુજ અપમાન કરતાં કોઈ શરમાતું નથી

-દિલીપ ગજજર, લેસ્ટર

 

 


8 thoughts on “ચિત્ર દોરાતું નથી-Dilip Gajjar

 1. દેશની માટીમાં પાક્યા બુધ્ધ ગાંધી કૃષ્ણ જ્યાં

  આજ તેવું મારી નજરે કોઈ દેખાતું નથી

  Nice thoughts
  Let us hope a day will come.

  Ramesh Patel(Aakashdeep)

 2. દેશની માટીમાં પાક્યા બુધ્ધ ગાંધી કૃષ્ણ જ્યાં

  આજ તેવું મારી નજરે કોઈ દેખાતું નથી

  Dilip, you are expressiing such thoughts which hundreds & thousands of people in India and Overseas feel in their heart & mind-

  Siraj Patel “Paguthanvi”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s