મુકિત ગઝલ !

 

republic-day1

 

 

 

 


અમે સૌ મુક્ત શ્વાસો ખૅંચીએ શાને ખુમારીથી 
તજ્યાં નીજ શ્વાસ અંતિમ તે અમર નામી અનામી છે 
ભગતસિંગ, વીર સાવરકર, ખુદી, સુભાષ, બિસ્મીલે 
તજી સુખસેજ સુંવાળી હોમી દીધી જુવાની છે 
અહિંસા વ્રત ધરીને હિન્દ છોડોની કરી હાંકલ  
ખમી ત્રણ ગોળી ગાંધીએ અહો, શી કુરબાની છે  
‘કદી ના જીવતાંજી શત્રુનું શરણું હું સ્વીકારું’ 
પ્રતિજ્ઞા ચન્દ્રશેખરે શબ્દશઃ પાળી બતાવી છે 
ફરી તવ કૂખે લઈશું જન્મ ‘વન્દે માતરમ’ કહીને 
ચુમી ફાંસી ભગતસિંગે ગીતા કેવી પચાવી છે 
જીવનથી પણ વધુ ઉંચુ જીવનનું ધ્યેય છે મુકિત 
છું હિન્દી, કહી જતીને પ્રાણની બાજી લગાવી છે 
ગુલામી યાતના સ્મરશું તો મુકિત મૂલ્ય સમજાશે 
સ્વનું ગુણરાજ્ય આણીશું સફળતાની નિશાની છે 
ગયા શત્રુ છતા તાંડવ વધુ ગૌરવને શું ગાવું 
જગે નીજના જ લોકોએ અગર ગરદન ઝુકાવી છે 
ગયા સહું રંગભેદો સૌને સરખા હક્ક બ્રિટનમાં 
લહેરાતો ત્રિરંગો ને ગગન જો આસમાની છે  
વતનથી દૂર જઈ ‘દિલીપ’ વતનની યાદ ક્યાં જાતી ?
સહેજ સ્મરતાં વતનને આંખડી મારી ભિંજાણી છે

દિલીપ ગજજરના વન્દે માતરમ
26 January 2009

3 thoughts on “મુકિત ગઝલ !

 1. વતન પ્રેમને બીરદાવતી લાગણી ભીંની કૃતિ.

  અભિનંદન,દિલિપભાઇ

  શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
  સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

  અવિનાશ વ્યાસ

  મસ્ત ગગને મસ્ત હવામાં,
  જોમ ભરે જોશીલો
  કસુંબલ કેસરી ધવલ લીલો
  અશોક ચક્રે શોભીલો
  ફર ફર ફરકે અમારો ત્રિરંગો,
  હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)
  ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
  હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

  રમેશ પટેલ(આકાશદીપ)

  ચાલો સૌની સાથે વતનને યાદ કરીએ.

  રમેશ પટેલ(ાઅકાશદીપ)

 2. વતનથી દૂર જઈ ‘દિલીપ’ વતનની યાદ ક્યાં જાતી ?

  સહેજ સ્મરતાં વતનને આંખડી મારી ભિંજાણી છે

  Very heart throbbing “MAKTA” Dilip

  Siraj Patel “Paguthanvi”
  Secretary
  Gujarati Writers’Guild-uk

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s