પ્રેમ નૌકા,
પ્રેમ નૌકા, પ્રેમ સુકાની, પ્રેમ સાગર, કિનારો
પ્રેમ પર સૃષ્ટીનો પાયો, પ્રેમ ઈશ્વરને પ્યારો
પ્રેમ કુદરતનું સૌન્દર્ય પ્રેમ જાણે મોજોની ધારો
‘સિરાજ’ હોય શકે શું ! પારો એનો માપનારો
સહારો
પ્રેમને જ્યારે વફા નો સાથ મળતો જાય છે
સિલસિલો એ પ્યારનો મજબૂત બનતો જાય છે
બિન સહારે ઝોલાં ખાતી ને હતી અટવાયેલી
‘સિરાજ’ નૌકા ને કિનારો આજ મળતો જાય છે
Integration
હવે નફરતનું આ વાદળ હટી જાય તો સારું
પરસ્પર એકતા જેવું હવે જો થાય તો સારું
તમે, ગોરા કે કાળા, એશિયન કે આફ્રિકન હો
હરએકના લોહીનો રંગ લાલ છે સમજાય તો સારું
સિરાજ પટેલ ‘પગુથનવી’
બોલ્ટન ના શાયર
Illustration is taken from Siraj Patel’s Recently Published Book ‘from London with Love’Artwork & Graphics by Nargisbanu & Zainualabedin