વનમહીં વિહરતાં -દિલીપ ગજજર


dscf3879

નમહીં વિહરતાં ધીમે ધીમે તુજ પગલાં પગલાં જડે

આભ ધરતી વૃક્ષ રસ્તે સ્થિરતા નજરે ચડે 

માનવી આકુળ વ્યાકુળ ભાગતો જોવા મળે 

બુદ્ધસમ બીડેલ નયનો આજ ક્યાં નજરે ચડે 

ભાન પણ થોડું રહે થોડી મળે જો પ્રેરણા 

શબ્દની સુરા ચડાવી કેટલા ડગ લડખડે 

સાવ સીધા માનવી ઉપદેશ કેવા આદરે 

સંપત્તિ મુકી ચરણ તે આચરણ ચૂકી પડે 

કાળ ઉપર નામ લખતા માનપત્રો મેળવી 

કોઈપણ યશવંત આખર નાશવંત થઈને પડે 

પ્રેમપંથે ગીત ગઝ્લે ચિત્ત ઘાયલ થઈ મરે 

આ કવિ તો માથા સાટે શબ્દની સામે લડે 

પેટ કરતાં અન્ન ઝાઝુ નાખતાં ગટરોમહીં 

તેમને ક્યાંથી ખબર કે અન્નવિણ લાખો રડે 

આ જ મારગ, આ જ કર્મો, આ જ સાચો ધર્મ છે

‘હું’ જ બીજો ના જ તે પાંચે, ‘જ ‘કારે આથડે 

કોણ છે નિષ્કામ કર્મો, જ્ઞાન, ભક્તિ આચરે 

કહેજે ‘દિલીપ’ને ગર વિરલો કોઈ જડે  


-દિલીપ ગજજર, લેસ્ટર

 (ગઝલ સંગ્રહ ‘અંતરદીપ’માંથી )

Advertisements

તપોભંગ -‘અદમ’ ટંકારવી

tapobhanga

તપોભંગ 

તમને જોઈને મને જે થાય છે 
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે 
તારા પરથી આ નજર ખસતી નથી 
ને ખસે તો ત્યાંય તું દેખાય છે 
આમ જો પૂછો તો તું સંદિગ્ધ છે 
આમ તારો અર્થ પણ સમજાય છે 
હુંય ક્યાં ક્યાં આવી શોધું છું તને 
તુંય ક્યાં ક્યાં જઈ અને સંતાય છે ?
ના થવાનું હરપળે થાતું રહે 
ને થવાનું ક્યાં કદીય થાય છે ? 
લે, હવે ચૂપચાપ તું બેસી રહે 
તું હવે ક્યાં પાંચમાં પૂછાય છે ?
થાય મારાથી શરુ પણ તે પછી 
આ કથા તારા સુધી લબંાય છે 
સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે 
અમને મૂકીને બધાં ક્યાં જાય છે ? 
મેનકા જેવી જ ભાષા છે ‘અદમ’ 
સ્હેજ અડીએ ત્યાં તપોભંગ થાય છે

-અદમ ટંકારવી, બોલ્ટન, યુ.કે ના શાયર


આવરણમાં -‘કદમ’

img107_2

આવરણમાં

તમન્ના છે વીતે જીવન તુજ શરણમાં 

મરણ પણ જો આવે તો તારા ચરણમાં 

કોઈ  દૃષ્ટિવાળા  એ પામી શકે છે 

પ્રતિભા છે તારી તો પ્રત્યેક ક્ષણમાં 

ઝલક એકમાં તૂર સળગી ઉઠે જ્યાં 

બરાબર છે – તુ છે ખુદા આવરણમાં 

ન આવે કશું હાથ મૃગજળની પાછળ 

ભરે છે નકામી હરણ ફાળ રણમાં 

વિરહમાં વિતાવી છે એવીય રાતો 

કદી આંખ મીંચી કદી જાગરણમાં

‘કદમ’ જાય છે તે રહી જાય છે ત્યાં 

મજા શી હશે કોણ જાણે મરણમાં ?

 -‘કદમ’  

યુ.કેના બોલ્ટન શહેરના શાયર  તેમના ‘આવરણ’ ગઝલ સંગ્રહમાંથી આ ગઝલ સાભાર

અવિનાશી અજવાળું -રમેશ પટેલ

akashdip

વિનાશી અજવાળું

થી અમારું નથી તમારું,આ જગ સૌનું સહિયારું

ારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું

ઋતુ ઋતુના ચક્રે ખીલતું,નીત નવું નજરાણું

સાગર ખોળે ગિરીને ટોચે,સર્જન રમે રુપાળું


પ્રસન્ન પુષ્પે ઝૂમે મનડાં,પહેરી પ્રેમ પટોળું

ષટ્રરસ ધારાએ ધરણી ધરતી.સૌને સરખું વાળું

જગ સૌનું સહીયારું

પુનીત પ્રભાતે ઉષા સંગે,દિવ્ય ચેતના ઓઢું

બ્રહ્માંડના મંગલ આશીષ પામી,નિશદીન હું હરખું


માનવ જન્મ મોંઘેરો મળીયો,આત્મ ચિંતને માણું

સત્સંગના પાવન પ્રેમ પ્રકાશે,અંતર મન અજવાળું

જગ સૌનું સહીયારું


નિર્મળ ભક્તિ દૈવિ શક્તિ,સુખ દાતાનું ભરણું

કરુણા અભય વરદાને ઉજવીએ, શાન્તી પર્વ નું ટાણું


આકાશદીપ વદે પ્રેમ દિવડે,કલ્યાણ જ્યોત જગાવું

ખીલવી અવનીએ ભારતીય સંસ્ક્રુતિ,અમર આશ અજવાળું

થી અમારું નથી તમારું ,આ જગ સૌનું સહીયારું

મેશ પટેલ ‘આકાશદીપ’

કરીએ સર્જન સહિયારું-િદલીપ ગજ્જર

mitray-namah
મિત્રો, આજે મારી એક તરહી રચના રજુ કરુ છું  ‘થોડું તારું થોડુ મારું કરીએ સર્જન સહિયારું’ -પંચમ શુક્લ


જ્નગણમનમાં વન ઉપવનમાં કરીએ ગુંજન સહિયારું

અખિલમ મધુરમ સૃષ્ટિ કરવા કરીએ સર્જન સહિયારું

એક રીતે તો હું ને તું નું થશે વિસર્જન સહિયારું 

ગૌરવ વેચી જીવવા કરતાં સૂક્કો રોટલો ઉત્તમ છે

એકલાપેટા બનવું શાને કરવું ભોજન સહિયારું  

કામૂક કોલાહલની વચ્ચે ઘોંઘાટોથી પાક્યા કાન 

પ્યારભર્યા ગીતોનું કરીએ આજે ગુંજન સહિયારું  

સ્મરવા જેવા એક નામ પર નમવા જેવા એક  સ્થાન પર 

અંતરના એકતારને સાંધી કરવું કિર્તન સહિયારું  

સંસ્કૂતિના ચીર હરીને આતંકી તાંડવ કરતાં  

માનવતાના મોર બનીને કરીએ  નર્તન સહિયારું 

મર્યા તેટલા મારીશું ના, જીવીશું જીવવા દઈશું 

જીવનના આ શ્રેષ્ઠ ધરમનું કરવું પૂજન સહિયારું  

મનડું મર્કટ, વાણી વિલાસી, બુદ્ધી અિસ્થર થઈ જાતી

ધ્યાન નાવમાં સરતા સરતા વર્તન કરવું સહિયારું

મનફાવે બોલાવું તેને મારું સારં ને પ્યારું …

મારા કરતાં આપણું ઉત્તમ કવિ સંમેલન સહિયારું 

-િદલીપ ગજ્જર, લેસ્ટર

તો ગઝલ કહું…-હારુન પટેલ

taras-ek-dariyani

ો ગઝલ કહું…

સપનાની વાત સાચી પડે તો ગઝલ કહું

તારી કશેક ભાળ મળે તો ગઝલ કહું

અજ્વાશ આ કેવો કે દઝાડે છે રોમરોમ

સૂરજ આ અવદશાનો ઢળે તો ગઝલ કહું

કરવી છે મારે વાત વિગતવાર ઝખ્મની

દિલમાં જરાક દર્દ વધે તો ગઝલ કહું

જીવનના સીધા સાદા સવાલોમાં રસ નથી

પ્રશ્નોમાં જરા ગૂંચ પડે તો ગઝલ કહું

દૌબારા વાહવાહનો ઘોંધાટ શું કરું

દિલથી કોઈ ઈર્શાદ કહે તો ગઝલ કહું

મારું તમારું એમનું છે દર્દ આ દિલમાં

આ દર્દથી રાહત જો મળે તો ગઝલ કહું

દુર્ભાગ્ય મારું કે મને તું તો મળી નહીં

તારા જ જેવું કોઈ મળે તો ગઝલ કહું

‘હારુન’ સમી સાંજમાં અંધારું થઈ ગયું

યાદોના દીપ દિલમાં જલે તો ગઝલ કહું


-હારુન પટેલ, બોલ્ટનના શાયર

જાણે કે બીજી છોકરી નથી -અદમ ટંકારવી

poonamswiss-for-leicgur

Valentine Special Gazal


છે  તોર  એનો એવો  કોઈની પડી  નથી 

આ  શહેરમાં જાણે કે બીજી છોકરી નથી 

અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર 

બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી 

પ્રતિબિંબ પણ  કોઈનું એમાં હોવું જોઈએ 

એ કાચની  તકતી  જ ફકત  આરસી નથી

એ હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ

એ આંખ શું જે આંખમાં તારી છબી નથી 

એણે તેં  કેટલી તો  ફટાવી  દીધી  ‘અદમ’ 

કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી  

-અદમ ટંકારવી, બોલ્ટન યુ.કે.

Photo by DG photography Leicester