આખી સદી અણનમ રહી આસિમ જીવી ગયા !

 લેસ્ટર ગુર્જરીની અંજલિ

asim_randeri_leela_author11

 પ્રણયની પારખુ દ્ષ્ટી અગર તમને મળી હોતે

મારી છબી ભીંતે નહી દિલમાં જડી હોતે  

કૃતિ ‘લીલા’ના સર્જક આસીમ રાંદેરી  (15/8/1904—5/2/2009) 

104 વર્ષની જૈફ વયે જીવનલીલા સંકેલી પરલોક સિધાવ્યા.


પ્રણયની  રંગીન ગુર્જરી ગઝલો લખી ગયા 

ાપીને તીરે લીલા સંગ લીલા કરી ગયા 

બાવીશ વર્ષની વૃત્તિના રંગીન સૂબેદાર 

આખી સદી અણનમ રહી આસિમ જીવી ગયા

દિલીપ ગજજર, લેસ્ટર 


*******           Gazal            *******

કરશો તમે સિતમ અમે આંસુ વહાવશું   

પથ્થરતણાં જવાબમાં મોતી લૂંટાવશું

આવો, અમે કશામાં કમી કૈં ન લાવશું

મોતીની શી વિસાત છે ? જીવન લૂટાવશું

 ગુણ નમ્રતાનો છે, તે ભલા ક્યાં છુપાવશું ? 

એ માનશે નહીં,તો અમે મન મનાવશું

અમને અમારા મૃત્યુનું કૈં દુઃખ નથી, છતાં

દુઃખ એ જરુર છે કે તને યાદ આવશુ !!

અમને ભલે. તમારી છબી પણ નહિ મળે

ગઝલો તમારા જેટલી સુંદર બનાવશું

આ જિંન્દગી તો એક ઘડી થોભતી નથી

કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?

‘આસિમ’ કરો ન આમ શિકાયત નસીબની

રુઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું

-આસીમ રાંદેરી

 

સૌરભ પ્રસારતી કંઈક સ્વર્ણિમ ગઝલ લખી તેં

અહીયા પ્રથમ લખી ને અંતિમ ગઝલ લખી તેં

તાપીને કાંઠે બેસી ગુર્જરગીરાને સંગે,

લીલાને જોઈ જોઈને આસીમ ગઝલ લખી તેં

-Raish maniar

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે

એને પસંદ છો હું નથી શાયરી તો છે

વર્ષો પછી ય બેસતાં વર્ષે હે દોસ્તો

બીજુ તો ઠીક એમની કંકોતરી તો છે


કંકોતરીથી એટલું પૂરવાર થાય છે

નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે

જ્યારે ઉઘાડી રીતે ના કંઈ પ્યાર થાય છે

ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે


આસિમ હવે એ વાત ગઈ રંગ પણ ગયો

તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો

આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો

મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો

— Asim Randers


 

5 thoughts on “આખી સદી અણનમ રહી આસિમ જીવી ગયા !

 1. દિલીપભાઈ

  આસીમ સાહેબ સમયથી પાર (100 વર્ષથી વધુ ) આપણી વચ્ચે રહ્યા અને ગુજરાતી પદ્યને (ગઝલોના) અસીમ આભુષણોથી શણગારીને ગુજરાતી ભાષાને અનહદ પ્યાર કર્યો એ અખબારો ભલે ભૂલી ગયા હોય પરંતુ તમારા-મારા જેવા અસંખ્ય/અનેક ચાહકોના અંતરમાં અનન્ય સ્થાન પામ્યા છે અને છાપાઓ નકામું છાપવામાંથી ઊંચા આવે તો કામનું છાપે ને? પણ આસીમ સાહેબ જેવા ઉત્કૃષ્ટ કલાકાર જીવ આવા મીડીયાના મોહતાજ ન જ હોય એટલે તમે આટલે દુર હોવા છતાં નોંધ લીધી.

  આમીન.

 2. દિલીપભાઈ

  કાલે એક વાત કહેવાની રહી ગઈ હતી કે તમારી એ વાત સાથે સહમત નથી જેમાં કહ્યુ હતું કે આસીમ રાંદેરી મુસ્લીમ હોવાના કારણે કદાચ છાપામાં નોંધ નહી લેવાઈ હોય… ગુજરાત અને ભારતની બહારના રહેનાર માટે આવી સોચ સ્વાભાવીક છે કેમ કે ઇલેકટ્રોનીક મીડીયા આ પ્રકારની ગેર સમજ ફેલાવાની “સેવા” કરવા હંમેશા તત્પર હોય છે. અહીં એવું કંઈ છે જ નહી યાર.

  ચાલો આવજો ગુડ ડે સર.

 3. જય શ્રીકૃષ્ણ દિલીપભાઈ,

  તાપીને તીરે લીલા સંગ લીલા કરી ગયા
  આખી સદી અણનમ રહી આસિમ જીવી ગયા

  આપે તો આસીમજી પર જ રચના રચી ખરેખર સુંદર શબ્દોમાં શ્રદ્ધાંજલી અર્પી છે. અમારા સૌના વતી એ લીલા પુરૂષને ભાવભીની શ્રદ્ધાંજલી.
  આપનો ડો. હિતેશ.

 4. એક શાયર છું જીવન-કર્મોથી ના અજ્ઞાન છું

  વેદનો પણ છું ઉપાસક, કારીએ કુઅરાન છું

  કિંતુ જો ઈમાનની પૂછો તો આસિમ સાંભળો

  હું ન હિન્દુ છું, ન મુસ્લિમ છું, ફક્ત ઈન્સાન છું

  – આસિમ રાંદેરી
  રજનીભાઈની ઉપરોક્ત વાતને સમર્થન આપવા માટે આ પંક્તિ પુરતી છે. કવિ કે લેખક કોઇ એક જાતી કે ધર્મનો નથી હોતો તે સમગ્ર પ્રજાતી અને માનવ જાતનૉ હોય છે. શબ્દોની લાગણી ધર્મ કે જાતી પુછી દિલમાં નથી ઉતરતી.
  આભાર.

 5. આ જિંન્દગી તો એક ઘડી થોભતી નથી
  કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?
  ‘આસિમ’ કરો ન આમ શિકાયત નસીબની
  રુઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું

  We are sorry to hear about the death of well known Gujarati-Urdu shayar, Mehmoodmiya Mohammed Subedar, popularly known as Asim Randeri at his native place Rander, Surat, India . He was a very well known poet and such a lovable and likable person admired by very many people of all shades all over the world.
  Now that he is no more among us we will no doubt miss his charming personality.

  May his soul rest in peace in Jannatul-Firdous and may Allah grant his family members in India & America all the strength to bear this loss with patience and courage.

  We remain

  Siraj Patel”Paguthanvi”
  Secretary
  and the Office beareres and Members of
  The Gujarati Writers Guild, UK (Estd-1973)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s