કરીએ સર્જન સહિયારું-િદલીપ ગજ્જર

mitray-namah
મિત્રો, આજે મારી એક તરહી રચના રજુ કરુ છું  ‘થોડું તારું થોડુ મારું કરીએ સર્જન સહિયારું’ -પંચમ શુક્લ


જ્નગણમનમાં વન ઉપવનમાં કરીએ ગુંજન સહિયારું

અખિલમ મધુરમ સૃષ્ટિ કરવા કરીએ સર્જન સહિયારું

એક રીતે તો હું ને તું નું થશે વિસર્જન સહિયારું 

ગૌરવ વેચી જીવવા કરતાં સૂક્કો રોટલો ઉત્તમ છે

એકલાપેટા બનવું શાને કરવું ભોજન સહિયારું  

કામૂક કોલાહલની વચ્ચે ઘોંઘાટોથી પાક્યા કાન 

પ્યારભર્યા ગીતોનું કરીએ આજે ગુંજન સહિયારું  

સ્મરવા જેવા એક નામ પર નમવા જેવા એક  સ્થાન પર 

અંતરના એકતારને સાંધી કરવું કિર્તન સહિયારું  

સંસ્કૂતિના ચીર હરીને આતંકી તાંડવ કરતાં  

માનવતાના મોર બનીને કરીએ  નર્તન સહિયારું 

મર્યા તેટલા મારીશું ના, જીવીશું જીવવા દઈશું 

જીવનના આ શ્રેષ્ઠ ધરમનું કરવું પૂજન સહિયારું  

મનડું મર્કટ, વાણી વિલાસી, બુદ્ધી અિસ્થર થઈ જાતી

ધ્યાન નાવમાં સરતા સરતા વર્તન કરવું સહિયારું

મનફાવે બોલાવું તેને મારું સારં ને પ્યારું …

મારા કરતાં આપણું ઉત્તમ કવિ સંમેલન સહિયારું 

-િદલીપ ગજ્જર, લેસ્ટર

8 thoughts on “કરીએ સર્જન સહિયારું-િદલીપ ગજ્જર

 1. માનવતાના મોર બનીને કરીએ નર્તન સહિયારું

  મર્યા તેટલા મારીશું ના, જીવીશું જીવવા દઈશું

  જીવનના આ શ્રેષ્ઠ ધરમનું કરવું પૂજન સહિયારું

  મનફાવે બોલાવું તેને મારું સારં ને પ્યારું …

  મારા કરતાં આપણું ઉત્તમ કવિ સંમેલન સહિયારું

  -િદલીપ ગજ્જર, લેસ્ટર

  very nice. A poem of true light.
  Congratulation
  Let me share …

  અવિનાશી અજવાળું
  નથી અમારું નથી તમારું,આ જગ સૌનું સહિયારું
  મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું

  ઋતુ ઋતુના ચક્રે ખીલતું,નીત નવું નજરાણું
  સાગર ખોળે ગિરીને ટોચે,સર્જન રમે રુપાળું

  પ્રસન્ન પુષ્પે ઝૂમે મનડાં,પહેરી પ્રેમ પટોળું
  ષટ્રરસ ધારાએ ધરણી ધરતી.સૌને સરખું વાળું
  આ જગ સૌનું સહીયારું
  પુનીત પ્રભાતે ઉષા સંગે,દિવ્ય ચેતના ઓઢું
  બ્રહ્માંડના મંગલ આશીષ પામી,નિશદીન હું હરખું

  માનવ જન્મ મોંઘેરો મળીયો,આત્મ ચિંતને માણું
  સત્સંગના પાવન પ્રેમ પ્રકાશે,અંતર મન અજવાળું
  આ જગ સૌનું સહીયારું

  નિર્મળ ભક્તિ દૈવિ શક્તિ,સુખ દાતાનું ભરણું
  કરુણા અભય વરદાને ઉજવીએ, શાન્તી પર્વ નું ટાણું

  આકાશદીપ વદે પ્રેમ દિવડે,કલ્યાણ જ્યોત જગાવું
  ખીલવી અવનીએ ભારતીય સંસ્ક્રુતિ,અમર આશ અજવાળું
  નથી અમારું નથી તમારું ,આ જગ સૌનું સહીયારું

  રમેશ પટેલ(આકાશદીપ

 2. પ્રિય દિલીપભાઈ… પ્રથમ પંક્તિ પંચમભાઈએ આપી હતી એનો ઉલ્લેખ કરશો તો વધુ સારું.

  સ.સ.પદ્ય બ્લોગ પરની કદાચ તમે આ બધી પોસ્ટ ના જોઈ હોય તો જોઈ લેવા વિનંતી… જરૂર માણવું ગમશે.

  http://sarjansahiyaaru.wordpress.com/2007/09/02/sankaleet_sarjan_sahiyaaru-2/

  http://sarjansahiyaaru.wordpress.com/2007/09/02/sankaleet_sarjan_sahiyaaru/

 3. સ.સ.પદ્ય બ્લોગ આમ તો હાલમાં સમયનાં અભાવે નિષ્ક્રિય થઈ ગયો છે… ભવિષ્યમાં પુન: શરૂ કરવાની ઈચ્છા તો છે, પછી હરીની મરજી.

  મિત્રોને આપેલી પંક્તિની પોસ્ટ આ રહી…
  http://sarjansahiyaaru.wordpress.com/2006/10/07/sarjankriya9/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s