આવરણમાં -‘કદમ’ Posted on ફેબ્રુવારી 24, 2009 by Dilip Gajjar આવરણમાં તમન્ના છે વીતે જીવન તુજ શરણમાં મરણ પણ જો આવે તો તારા ચરણમાં કોઈ દૃષ્ટિવાળા એ પામી શકે છે પ્રતિભા છે તારી તો પ્રત્યેક ક્ષણમાં ઝલક એકમાં તૂર સળગી ઉઠે જ્યાં બરાબર છે – તુ છે ખુદા આવરણમાં ન આવે કશું હાથ મૃગજળની પાછળ ભરે છે નકામી હરણ ફાળ રણમાં વિરહમાં વિતાવી છે એવીય રાતો કદી આંખ મીંચી કદી જાગરણમાં ‘કદમ’ જાય છે તે રહી જાય છે ત્યાં મજા શી હશે કોણ જાણે મરણમાં ? -‘કદમ’ યુ.કેના બોલ્ટન શહેરના શાયર તેમના ‘આવરણ’ ગઝલ સંગ્રહમાંથી આ ગઝલ સાભાર Share this:TwitterFacebookRedditLike this:Like Loading... Related
‘કદમ’ જાય છે તે રહી જાય છે ત્યાં મજા શી હશે કોણ જાણે મરણમાં ? -’કદમ’ “Kadam” is really a versatile Shayar.Look at the way he discribs DEATH….only great shayars can compile MAKTA like that. Congratulation Kadam Saheb- Siraj Patel”Paguthanvi” Reply ↓
‘કદમ’ જાય છે તે રહી જાય છે ત્યાં
મજા શી હશે કોણ જાણે મરણમાં ?
-’કદમ’
“Kadam” is really a versatile Shayar.Look at the way he discribs DEATH….only great shayars can compile MAKTA like that. Congratulation Kadam Saheb-
Siraj Patel”Paguthanvi”