તમને જોઈને મને જે થાય છે બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે તારા પરથી આ નજર ખસતી નથી ને ખસે તો ત્યાંય તું દેખાય છે આમ જો પૂછો તો તું સંદિગ્ધ છે આમ તારો અર્થ પણ સમજાય છે હુંય ક્યાં ક્યાં આવી શોધું છું તને તુંય ક્યાં ક્યાં જઈ અને સંતાય છે ?ના થવાનું હરપળે થાતું રહે ને થવાનું ક્યાં કદીય થાય છે ? લે, હવે ચૂપચાપ તું બેસી રહે તું હવે ક્યાં પાંચમાં પૂછાય છે ?થાય મારાથી શરુ પણ તે પછી આ કથા તારા સુધી લબંાય છે સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે અમને મૂકીને બધાં ક્યાં જાય છે ? મેનકા જેવી જ ભાષા છે ‘અદમ’ સ્હેજ અડીએ ત્યાં તપોભંગ થાય છે -અદમ ટંકારવી, બોલ્ટન, યુ.કે ના શાયર
તમને જોઈને મને જે થાય છે
પ્રણયની ખૂજલી કે’વાયછે
મેનકા જેવી જ ભાષા છે ‘અદમ’
સ્હેજ અડીએ ત્યાં તપોભંગ થાય છે
very nice……..!!