વાણીરાણી -અદમ ટંકારવી

poets-at-my-home11 લેસ્ટરના આંગણે ૠતુરાજ અને કવિરાજનું આગમન પછી સમય બદલાય જ ને ? 

આજે અદમભાઈની એક વિખ્યાત ગઝલ,…વાણીરાણી  

તું ગુજરાતીમાં જો ‘આવો’ કહે છે

તો મારા કાને એક ટૌકો પડે છે

તું ગુજરાતીમાં જો વાતો કરે છે

તો તારા હોઠથી ફૂલો ઝરે છે

લખું છું ભીંત ઉપર નામ તારું

પછી આ ઓરડો પણ ઝળહળે છે

લખી’તી ગુજરાતીમાં તેં ચબરખી

ને એમાંથી હવે કંકુ ખરે છે

અમારા કાનમાં રેડાય અમૃત

તું ગુજરાતી ગઝલ જો ગણગણે છે

ઊડે આ ગુજરાતી છાપાનો કાગળ

અને આખ્ખીય શેરી મઘમઘે છે

મને તો એય લાગે અર્થગર્ભિત

તું ગુજરાતીમાં જે લવરી કરે છે

એ વાંચીને દિવસ સુધરે અમારો

તું ગુજરાતીમાં કાગળ મોકલે છે

આ છોભીલો પડે ગુજરાતી કક્કો

તું જ્યારે ‘જાવ, નઈ બોલું’ કહે છે

આ અમ્મીજાન પણ આપે છે ઠપકો

તું ઈંન્ગલીશના રવાડે ક્યાં ચડે છે

છીએ આ હું ને મારી ભાષા એક જ

ગલત તું એક ને એક બે ગણે છે

જુઓ આકળવિકળ ત્યાં વાણીરાણી

અને અહીંઆ અદમ પણ તરફડે છે

-અદમ ટંકારવી

વાણીરાણી, ૠતુરાજ અને કવિરાજ  ભેગા થાય તો કેવું વાતાવરણ સર્જાય ? તેનો અનુભવ આજે અમારા લેસ્ટરના આંગણે મારે ઘરે અનાયાસ એકસાથે કવિઓ પધાર્યા ત્યારે થયો..ચા નાસ્તા, સાહિત્યની ચર્ચા અને મુશાયરાનો માહોલ વગર મુશાયરે સર્જાયો. તસ્વીરમાં નજરે ડે છે ડાબી તરફથી જ. ઈમ્તિયાજ પટેલ, પથિક પગુથનવી, સિરાજ પટેલ, યજમાન દિલીપ, જ. અદમ ટંકારવી, જ. ઈબ્રાહિમભાઈ.. પછી બેદાર લાજ્પુરીને ત્યાં બીજા કવિમિત્રો અહ્મદ ગુલ, ઈસ્માઈલ દાજી, ડાહ્યાભાઈ પ્રજાપતિ મળ્યાં ! યુ.કેનો સમય એક કલાક આગળ કરવામાં આવ્યો… 

માણસનો દેખાવ જુદો છે-કુતુબ ‘આઝાદ’

આજથી ચૈત્ર મહિનાની શરુઆત થઈ..શાલિવાહન શક મુજબ નવા વર્ષની શરુઆત..

એક મિત્રે પ્રવચનમાળા વાંચ્યા પછી સંબુદ્ધ રહ્સ્યદર્શિએ કહેલુ કોટ કર્યુ કે, ‘માણસ હજી ભટકતો રહેલો છે…’

એક કવિ કુતુબ આઝાદ આજે તેઓ આપણી વચ્ચે નથી મારે તેમને બગસરામાં મળવાનું થયેલુ…

તેઓ માણસ વિષે શું કહે છે તે ચાલો વાંચીએ વિચારીએ અને ચૈત્ર એટલે કે ચિત્ર અને વિચિત્ર એવા આ સંસારમાં

બાલકનું વિસ્મય રાખી જોઈએ જીવીએ જાણીએ અનુભવીને સંદેશો લેતાં રહીએ

જેથી જિવનવિકાસના રસ્તે પડતાં જાય એક એક કદમ….

by-dilip-g

જુદો છે-

માણસનો દેખાવ જુદો છે

માણસનો વર્તાવ જુદો છે

ઉપરથી દેખાય છે સુંદર

અંદરથી અએ સાવ જુદો છે

મીઠી મીઠી વાત કરે છે

કિન્તુ પાછળ દાવ જુદો છે

કોઈ દિવસ પણ રુઝાશે નહિ,

જીવ કરે એ ઘાવ જુદો છે

નક્કી આજે છેતરી લેશે,

હાવ જુદો છે હાવ જુદો છે

મરતાં ને મર નહિ કહું હું,

હા, મારો સ્વભાવ જુદો છે

હસતાં હસતાં જીવી જાઓ,

જીવન કેરો લ્હાવ જુદો છે.

-કુતુબ ‘આઝાદ’

યુ.કે.નું રુપાળું નગર જોઈ લે ને -Bedar Lajpuri

અમારા લેસ્ટર શહેરના શાયરની એક ગઝલ રજુ કરું છું


યુ.કે.નું રુપાળું નગર જોઈ લે ને

જરા આવી મારું શહર જોઈ લે ને

બધામાં જે મલ્ટી-કલ્ચર દિસે છે તે

પચરંગી તું આ લેસ્ટર જોઈ લે ને

એ મોસમની સાથે બદલતું રહે છે

અહીંનો તું વીન્ટર સમર જોઈ લે ને

પરસ્પર બધા લોક હસતાં મળે છે

અહીં સૌને ઉર્મિસભર જોઈ લે ને

અહીં ધોળા-કાળાનો કોઈ ભેદ ક્યાં છે ?

તું આવીને નજરો-નજર જોઈ લે ને

છે મસ્જિદ ને મંદિર, ગુરુદ્વારા ને ચર્ચો

બધા ધર્મો કેરી કદર જોઈ લે ને

સફાઈમાં સૌથી આગળ સદા એ

બીજા કામ કાજે ઉપર જોઈ લે ને

અમારા આ રજની, શોભા સંગ ગુંજે

આ સબરસ ને આઠે પ્રહર જોઈ લે ને

વતનની તને યાદ તાજી કરાવે

ઝલક મેલ્ટન રોડ પર જોઈ લે ને

ઝવેરીની દુકાને જઈને કદી તો

તું સોનું, રુપું ,સિલ્વર જોઈ લે ને

ફિશ-એન ચિપ્સ પીઝાને છોડીને પળભર

તું ભજિયા ખમણની અસર જોઈ લે ને

તું ફન ફેર વેળા એબી પાર્કમાં જઈ

બધાની અવર ને જવર જોઈ લે ને

સજાવી બધી શોપ બેઠું છે અલ્લડ

એ શોપો ‘હાઈ ક્રોસ’ માં જોઈ લે ને

તરસને અમારી છિપાવે પળે પળ

સેવન ટ્રેન્ટ નામે રીવર જોઈ લે ને

ડીમોન્ટ હોલની એ મહેફિલ બધી એ

તું મસ્તીમાં શામ-ઓ-શહર જોઈ લે ને

ઉપરનો નથી માત્ર દેખાવ આ તો

ઉપર છે તેવું ભીતર જોઈ લે ને

કરું છું વખાણો તો ખોટું શું એમાં ?

શહેરમાં આ મારું છે ઘર જોઈ લે ને

પછી બીજું સીટી નહી જોવું ગમશે

પ્રથમ લેસ્ટરને ડીયર જોઈ લે ને

લખે છે ને ‘બેદાર’ નામે જે ગઝલો

વસે છે અહીં તે શાયર જોઈ લે ને

બેદાર લાજપુરી, લેસ્ટર

img_7165Photo by GD

મા, જો કોઇ આવે તો-Ahmad ‘Gul’

maa2

મા

હવે જો કોઇ 

દેશથી આવે તો

મોકલાવજે,

પરોઢિયે ઊઠી

ઘંટીના મધુર તાલ પર

તુજ હસ્તથી

દળેલો મીઠો લોટ

ત્યાં સુધી બ્રેડના ડૂચા

ગળે ઉતારતો રહીશ હું

ને

તુજ હાથથી

કૂવે જઈ ધોએલાં

મારા લૂગડાનું પોટલું

મોકલાવજે

ત્યાં સુધી લોન્ડ્રીના

ધોએલાં કપડાં

મુજ શરીર પર

ટીંગાડતો રહીશ

ને

મા

મોકલાવજે

તારા ખોળાની

હૂંફ

ત્યાં સુધી હીટરના તાપમાં

બાળતો રહીશ

શરીર મારું

જો

મા

કોઈ આવે તો…


-અહમદ ‘ગુલ’

Mothers Day Hindi Song by Dilip Gajjar

maa-tum-ho-mahan-1

You can listen this song by above link.
maa1

क्षुधातृषार्ता जननि स्मरन्ति’

संसार में सबसे जियादा मां तुम हो महान

ईसिलिए ओ मां तुझे बारबार प्रणाम

दरवाजे सारे बंद कर ठुकरा मुझे दिया

‘ओ लाल मेरे आजा’ कह गौरव बढा दिया

बचपनमें याद है, तुझे कितना सताया था

फीर भी खुशीके गीत गा, मुझको हसाया था

हर लाल को बुला रही ममतामयी तु मां

बीन मांगे खाना कौन दे करुणामयी तु मां

कैसे भुलुं मुझे तुने चलना सिखा दिया

ना भुल पाउ जिनेके काबिल बना दिया

गीता का कोई गान करे कोई पढे कुरान

मां से जियादा कौन इस संसारमें महान

जीसने है मां को पा लिया जाना उसे कहां ?

मंा में प्रभुको पा लिया पाना उसे कहां ?


रचना और स्वर- दिलीप गज्जर,

संगीतबद्ध – नारायण खरे

-Illustration by DG