મા, જો કોઇ આવે તો-Ahmad ‘Gul’ Posted on માર્ચ 21, 2009 by Dilip Gajjar મા હવે જો કોઇ દેશથી આવે તો મોકલાવજે, પરોઢિયે ઊઠી ઘંટીના મધુર તાલ પર તુજ હસ્તથી દળેલો મીઠો લોટ ત્યાં સુધી બ્રેડના ડૂચા ગળે ઉતારતો રહીશ હું ને તુજ હાથથી કૂવે જઈ ધોએલાં મારા લૂગડાનું પોટલું મોકલાવજે ત્યાં સુધી લોન્ડ્રીના ધોએલાં કપડાં મુજ શરીર પર ટીંગાડતો રહીશ ને મા મોકલાવજે તારા ખોળાની હૂંફ ત્યાં સુધી હીટરના તાપમાં બાળતો રહીશ શરીર મારું જો મા કોઈ આવે તો… -અહમદ ‘ગુલ’ Share this:TwitterFacebookRedditLike this:Like Loading... Related
રડતું બાળક માતાને પોકારિ રહ્યું હતું. તેને ખબર હતી કે માતાનાં ખોળાં કરતાં આખ્ખી દુનિયા નાનીં છે ! Reply ↓
ખુબ સુંદર ભાવોની અભિવ્યક્તિ. હૃદયને સ્પર્શી ગઈ … ખાસ કરીને આપણા જેવા માટે જેઓ મા અને માતૃભૂમિને છોડી આ પારકા મલકને પોતાનો કરવા અહીં આવ્યા છે. Reply ↓
રડતું બાળક માતાને પોકારિ રહ્યું હતું. તેને ખબર હતી કે માતાનાં ખોળાં કરતાં આખ્ખી દુનિયા નાનીં છે !
ખુબ સુંદર ભાવોની અભિવ્યક્તિ. હૃદયને સ્પર્શી ગઈ … ખાસ કરીને આપણા જેવા માટે જેઓ મા અને માતૃભૂમિને છોડી આ પારકા મલકને પોતાનો કરવા અહીં આવ્યા છે.