યુ.કે.નું રુપાળું નગર જોઈ લે ને -Bedar Lajpuri

અમારા લેસ્ટર શહેરના શાયરની એક ગઝલ રજુ કરું છું


યુ.કે.નું રુપાળું નગર જોઈ લે ને

જરા આવી મારું શહર જોઈ લે ને

બધામાં જે મલ્ટી-કલ્ચર દિસે છે તે

પચરંગી તું આ લેસ્ટર જોઈ લે ને

એ મોસમની સાથે બદલતું રહે છે

અહીંનો તું વીન્ટર સમર જોઈ લે ને

પરસ્પર બધા લોક હસતાં મળે છે

અહીં સૌને ઉર્મિસભર જોઈ લે ને

અહીં ધોળા-કાળાનો કોઈ ભેદ ક્યાં છે ?

તું આવીને નજરો-નજર જોઈ લે ને

છે મસ્જિદ ને મંદિર, ગુરુદ્વારા ને ચર્ચો

બધા ધર્મો કેરી કદર જોઈ લે ને

સફાઈમાં સૌથી આગળ સદા એ

બીજા કામ કાજે ઉપર જોઈ લે ને

અમારા આ રજની, શોભા સંગ ગુંજે

આ સબરસ ને આઠે પ્રહર જોઈ લે ને

વતનની તને યાદ તાજી કરાવે

ઝલક મેલ્ટન રોડ પર જોઈ લે ને

ઝવેરીની દુકાને જઈને કદી તો

તું સોનું, રુપું ,સિલ્વર જોઈ લે ને

ફિશ-એન ચિપ્સ પીઝાને છોડીને પળભર

તું ભજિયા ખમણની અસર જોઈ લે ને

તું ફન ફેર વેળા એબી પાર્કમાં જઈ

બધાની અવર ને જવર જોઈ લે ને

સજાવી બધી શોપ બેઠું છે અલ્લડ

એ શોપો ‘હાઈ ક્રોસ’ માં જોઈ લે ને

તરસને અમારી છિપાવે પળે પળ

સેવન ટ્રેન્ટ નામે રીવર જોઈ લે ને

ડીમોન્ટ હોલની એ મહેફિલ બધી એ

તું મસ્તીમાં શામ-ઓ-શહર જોઈ લે ને

ઉપરનો નથી માત્ર દેખાવ આ તો

ઉપર છે તેવું ભીતર જોઈ લે ને

કરું છું વખાણો તો ખોટું શું એમાં ?

શહેરમાં આ મારું છે ઘર જોઈ લે ને

પછી બીજું સીટી નહી જોવું ગમશે

પ્રથમ લેસ્ટરને ડીયર જોઈ લે ને

લખે છે ને ‘બેદાર’ નામે જે ગઝલો

વસે છે અહીં તે શાયર જોઈ લે ને

બેદાર લાજપુરી, લેસ્ટર

img_7165Photo by GD

5 thoughts on “યુ.કે.નું રુપાળું નગર જોઈ લે ને -Bedar Lajpuri

 1. કળજુગે હેરાન છે શ્રીરામ ભક્તો

  રાવણો દે ત્રાસ ગામેગામ બોલો

  સંગ કરતાં જીન્દગીભર સંત સમજી

  નીકળે શેતાન તો અંજામ બોલો
  by Dilip Gajjar

  Appreciation all the way for such couplets-

  Siraj Patel “Paguthanvi”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s