માણસનો દેખાવ જુદો છે-કુતુબ ‘આઝાદ’

આજથી ચૈત્ર મહિનાની શરુઆત થઈ..શાલિવાહન શક મુજબ નવા વર્ષની શરુઆત..

એક મિત્રે પ્રવચનમાળા વાંચ્યા પછી સંબુદ્ધ રહ્સ્યદર્શિએ કહેલુ કોટ કર્યુ કે, ‘માણસ હજી ભટકતો રહેલો છે…’

એક કવિ કુતુબ આઝાદ આજે તેઓ આપણી વચ્ચે નથી મારે તેમને બગસરામાં મળવાનું થયેલુ…

તેઓ માણસ વિષે શું કહે છે તે ચાલો વાંચીએ વિચારીએ અને ચૈત્ર એટલે કે ચિત્ર અને વિચિત્ર એવા આ સંસારમાં

બાલકનું વિસ્મય રાખી જોઈએ જીવીએ જાણીએ અનુભવીને સંદેશો લેતાં રહીએ

જેથી જિવનવિકાસના રસ્તે પડતાં જાય એક એક કદમ….

by-dilip-g

જુદો છે-

માણસનો દેખાવ જુદો છે

માણસનો વર્તાવ જુદો છે

ઉપરથી દેખાય છે સુંદર

અંદરથી અએ સાવ જુદો છે

મીઠી મીઠી વાત કરે છે

કિન્તુ પાછળ દાવ જુદો છે

કોઈ દિવસ પણ રુઝાશે નહિ,

જીવ કરે એ ઘાવ જુદો છે

નક્કી આજે છેતરી લેશે,

હાવ જુદો છે હાવ જુદો છે

મરતાં ને મર નહિ કહું હું,

હા, મારો સ્વભાવ જુદો છે

હસતાં હસતાં જીવી જાઓ,

જીવન કેરો લ્હાવ જુદો છે.

-કુતુબ ‘આઝાદ’

5 thoughts on “માણસનો દેખાવ જુદો છે-કુતુબ ‘આઝાદ’

 1. જય શ્રીકૃષ્ણ દિલીપભાઈ,
  સુંદર વાત,ચૈત્ર એટલે કે ચિત્ર અને વિચિત્ર એવા આ સંસારમાં
  બાળકનું વિસ્મય રાખી જોઈએ જીવીએ જાણીએ.
  હું તો માનું છું કે આપણામાંનું બાળપણ ક્યારેય ન ગુમાવવું

  આપનો ડો.હિતેશ ચૌહાણ

 2. માણસનો દેખાવ જુદો છે

  માણસનો વર્તાવ જુદો છે

  ઉપરથી દેખાય છે સુંદર

  અંદરથી અએ સાવ જુદો છે

  મીઠી મીઠી વાત કરે છે

  કિન્તુ પાછળ દાવ જુદો છે
  A picture of our own,what to say about it?
  Very nice poetry.

  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s