વાણીરાણી -અદમ ટંકારવી

poets-at-my-home11 લેસ્ટરના આંગણે ૠતુરાજ અને કવિરાજનું આગમન પછી સમય બદલાય જ ને ? 

આજે અદમભાઈની એક વિખ્યાત ગઝલ,…વાણીરાણી  

તું ગુજરાતીમાં જો ‘આવો’ કહે છે

તો મારા કાને એક ટૌકો પડે છે

તું ગુજરાતીમાં જો વાતો કરે છે

તો તારા હોઠથી ફૂલો ઝરે છે

લખું છું ભીંત ઉપર નામ તારું

પછી આ ઓરડો પણ ઝળહળે છે

લખી’તી ગુજરાતીમાં તેં ચબરખી

ને એમાંથી હવે કંકુ ખરે છે

અમારા કાનમાં રેડાય અમૃત

તું ગુજરાતી ગઝલ જો ગણગણે છે

ઊડે આ ગુજરાતી છાપાનો કાગળ

અને આખ્ખીય શેરી મઘમઘે છે

મને તો એય લાગે અર્થગર્ભિત

તું ગુજરાતીમાં જે લવરી કરે છે

એ વાંચીને દિવસ સુધરે અમારો

તું ગુજરાતીમાં કાગળ મોકલે છે

આ છોભીલો પડે ગુજરાતી કક્કો

તું જ્યારે ‘જાવ, નઈ બોલું’ કહે છે

આ અમ્મીજાન પણ આપે છે ઠપકો

તું ઈંન્ગલીશના રવાડે ક્યાં ચડે છે

છીએ આ હું ને મારી ભાષા એક જ

ગલત તું એક ને એક બે ગણે છે

જુઓ આકળવિકળ ત્યાં વાણીરાણી

અને અહીંઆ અદમ પણ તરફડે છે

-અદમ ટંકારવી

વાણીરાણી, ૠતુરાજ અને કવિરાજ  ભેગા થાય તો કેવું વાતાવરણ સર્જાય ? તેનો અનુભવ આજે અમારા લેસ્ટરના આંગણે મારે ઘરે અનાયાસ એકસાથે કવિઓ પધાર્યા ત્યારે થયો..ચા નાસ્તા, સાહિત્યની ચર્ચા અને મુશાયરાનો માહોલ વગર મુશાયરે સર્જાયો. તસ્વીરમાં નજરે ડે છે ડાબી તરફથી જ. ઈમ્તિયાજ પટેલ, પથિક પગુથનવી, સિરાજ પટેલ, યજમાન દિલીપ, જ. અદમ ટંકારવી, જ. ઈબ્રાહિમભાઈ.. પછી બેદાર લાજ્પુરીને ત્યાં બીજા કવિમિત્રો અહ્મદ ગુલ, ઈસ્માઈલ દાજી, ડાહ્યાભાઈ પ્રજાપતિ મળ્યાં ! યુ.કેનો સમય એક કલાક આગળ કરવામાં આવ્યો… 

5 thoughts on “વાણીરાણી -અદમ ટંકારવી

 1. છીએ આ હું ને મારી ભાષા એક જ

  ગલત તું એક ને એક બે ગણે છે

  very nice and enjoyed the nice picture and happy to see all respected lovers of gujarati.

  Ramesh Patel(Aakashdeep)

 2. તું ગુજરાતીમાં જો ‘આવો’ કહે છે

  તો મારા કાને એક ટૌકો પડે છે
  Adam Tankarvi

  ભાઇ દિલિપ અને ઇલાબેન
  તમારા નિવાસ્થાને અમારૂં હાર્દિક સ્વાગત અને પ્રેમાળ પરોણાગત નૉ કઇ રિતે આભાર માનવો તે માટે ગુજરાતી ડીક્ષનરીમાં નવા નવા શબ્દો ઢુંઢવા પડે એવું લાગી રહ્યું છે. ઇંગ્લાંડની ધરતી પર ગુજરાતી સંસ્કારની અનોખી ઝલક અને તમારા સાદગી ભર્યા હેતાળ સ્વભાવથી અમે એટલા બધા પ્રભાવિત થયા કે અમારી લેસ્ટરની સફર બેનમુન સફર બની ગઇ.ભાઇ દિલિપ અને ઇલાબેન તમારો બન્નેવનો અંત:કરણ પૂર્વક આભાર.

  સિરાજ પટેલ “પગુથનવી”, અદમ ટંકારવી, ઇમ્તઆજ પટેલ,પથિક સિત્પોન્વી, ઇબ્રાહીમ પાટલૂન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s