Gazal
Monthly Archives: એપ્રિલ 2009
સપના વીણી શકું તો, -Niranjana Desai
મિત્રો, નિરંજના દેસાઈ આપણી સમક્ષ તાજેતરમાં ‘ઈતર’ કાવ્ય સંગ્રહ અને ‘આવતા રહેજો’ ગુજરાતી કાવ્યોનો સી.ડી. આલ્બમ લઈ આવ્યા છે..તો ચાલો આવો આપણી ગુજરાતી ભાષામાં ઉમેરાયલાં નવલા પ્રકાશનોને બિરદાવીએ…
સપનાં !
સપના વીણી શકું તો,
પાનખરમાં ખરતાં પર્ણોને મારા પાલવમાં ઢબુરી લઉં !
સપના વીણી શકું તો,
વેરાતા બરફની ફરફરને મારી હથેલીમાં પૂરી દઉં !
સપના વીણી શકું તો,
વસંતમાં મ્હોરતી કળીઓનાં સ્પંદનો મારા કવિતમાં ગૂંથી દઉં !
સપના વીણી શકું તો,
ગ્રીષ્મમાં ખીલતાં પુષ્પોના આનંદને મારા અસ્તિત્વમાં ભરી દઉં !
ને ઝરમરતાં વર્ષાના ફોરામાં,
આ સર્વ સપનાં સમેટી જીવનને ઝરમરતું કરી લઉં !
-મઘમઘતું કરી લઉં !
નિરંજના દેસાઈ, લંડન
13 Gujarati Poems in ‘Avata Rejo’ Audio CD Album, Singer & Composer Maya Dipak, Ahmedabad, India
Three Muktak-Dilip Gajjar
શબ્દ -ડો. અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

શબ્દ છે સંપત્તિ મારી, શબ્દમાં છે સતગુરુ
શબ્દ વિનાનું જગ અધુરું, શબ્દે સત સમજાય છે
શબ્દ છે આયાત અહીં તો શબ્દ છે ૠચા તહીં
શબ્દ શબદ થઈ જાય તો ગુરુદ્વારે એ સંભળાય છે
શબ્દમાં છે આરતી ને શબ્દમાં ગૂંજે અઝાન
શબ્દમાં કથની પુરાણી સંસ્કૃિ ત સમજાય છે
શબ્દમાં છે સલમા-સીતા શબ્દમાં મેરી મધર
શબ્દ હાલરડે વસી મમતાના ગીતો ગાય છે
શબ્દમાં છે સાતસૂર ને શબ્દમાં ઇતિહાસ છે
શબ્દ સાહિત્યે રમે તો રુપ નવલા થાય છે
શબ્દમાં છે પાળિયા-દુહા ઝખમને રાસડા
શબ્દની સાખીમાં વીરોની કથા છલકાય છે
શબ્દમાં અક્ષર વસે ને અક્ષરે છે નાદબ્રહ્મ
સૃષ્ટિમાં સર્જનને લયની જ્યાં કથા દોહરાય છે
-ડો. અબ્બાસઅલી તાઈ ‘અજનબી’
मैं जन्म तथा कर्म से ईस्लाम धर्मी मुस्लिम व्यक्ति हूं. मेरे इस संशोधन के बाद हजारों लोगों ने मुझसे यही प्रश्न किया, ‘आपने यही विषय (कृष्ण) ही क्यों पसंद किया ? प्रति उत्तर साफ था, मै भारत भूमिका पुत्र हूं, जिसके संस्कार से तथा संस्कृतिसे प्रभावित होना स्वाभाविक है. जैसे कवि रसखानने कृष्ण काव्य लिखे, कर्नाटकके चित्रकार अल्लाबक्षाखांने श्रीकृष्णलीला के बडे भाववाही सुन्दर चित्र बनाये ( जो बांसदा रियासतके राजमहलमें आज भी मौजुद है ) बडे बडे मुस्लिम शाश्त्रीय गायक उस्तादोनें भी कहा,-बिना कान्हा कया गाना ?” अल्लामा इकबालने अपने ‘मनसवी’काव्यमें असरारे खुदी में श्रीकृष्णके गुणगान गाये है.
-डो. अब्बासअली ताई की ‘अजनबी हस्ताक्षर’ किताबसे..
પ્રભુતા પમાડી જોઈએ -રમેશ પટેલ ‘આકાશદીપ’
ઊગ્યું છે પ્રભાત સુંદર થોડી શ્રધ્ધા જગાવી જોઈએ
અંતરમાં અજવાળા પાથરી થોડી પ્રભુતા પમાડી જોઈએ
સંસાર સાગરે ઉઠતા તોફાને હોડી હંકારી જોઈએ
સાહસને યુવાનીના અશ્વપર જોશે પલાણી જોઈએ
જિંદગીને જગતે , ભરી આત્મ વિશ્વાસ નાણી જોઈએ
નાથી ઘૂઘવતી સરીતા લીલીછમ વાડી લહેરાવી જોઈએ
મારૂતારૂ ગણી ગણી વિખવાદમાં ડૂબી મર્યા આપણે
આવો વિશ્વને માનવતાના સદગુણોથી સજાવી જોઈએ
ઊર્મી ઉછાળી ઉરની, સંબધના સરવાળા કરી જોઈએ
સંસારના વેરઝેરને ધરબાવી સૌના મુખ મલકાવી જોઈએ
ફૂલ જેવા થાઓ તો માનવ શું પ્રભુ પણ રીઝી જાયછે
દેવ જેવા થવા માટે ષટ રીપુ હરાવી જોઈએ
થઈ સિકંદર જગતમાં ખાલી હાથે જવાનું જાણીએ
હૃદયમાં ભરી પ્યાર “આકાશદીપ” મરણ દીપાવી જોઈએ
રમેશ પટેલ ‘આકાશદીપ’
Photo by D.Gajjar