શબ્દ -ડો. અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

મિત્રો આજે ઘણા દિવસ પછી પરમ આદરણિય અબાસઅલી તાઇની એક કૃતિ રજુ કરું છું.
શ્રીકૃષ્ણ ઉપર પી.એચ.ડી. કરી જેમ આદ્ય શંકરાચાર્યે કહ્યુ કે, મમ ભવતુ કૃશ્ણોક્ષિવિષય અર્થાત શ્રીકૃષ્ણ મારી આંખના વિષય થાઓ,..
તેઓએ આ જ વિષય પર વિશ્વભરમાં ૫૦૦ થી પણ અધિક વ્યાખ્યાનો કર્યા.
૪૨થી વધુ પુસ્તકો માં તે જ વિચારધારા રાખી સાહિત્ય સર્જન કર્યુ , ૭૦થી વધુ વિદ્યાર્થીના પી.અએચ્.ડી. માર્ગદર્શક બન્યા..
તે સમગ્ર માનવો માટે પ્રેરણાદાયી અને સંવાદિતતાનું ઉત્તમ ઉદાહરણરુપ નથી ?…તેમના જીવન અને કાર્યને શત શત અભિનંદન ..
અસ્તુ,…ચાલો તેમની રચના માણીએ અને આપના પ્રતિભાવો સાથે સરાહીએ…
img118
શબ્દ

 શબ્દ છે સંપત્તિ મારી, શબ્દમાં છે સતગુરુ

શબ્દ વિનાનું જગ અધુરું, શબ્દે સત સમજાય છે

શબ્દ છે આયાત અહીં તો શબ્દ છે ૠચા તહીં

શબ્દ શબદ થઈ જાય તો ગુરુદ્વારે એ સંભળાય છે

શબ્દમાં છે આરતી ને શબ્દમાં ગૂંજે અઝાન

શબ્દમાં કથની પુરાણી સંસ્કૃિ ત સમજાય છે

શબ્દમાં છે સલમા-સીતા શબ્દમાં મેરી મધર

શબ્દ હાલરડે વસી મમતાના ગીતો ગાય છે

શબ્દમાં છે સાતસૂર ને શબ્દમાં ઇતિહાસ છે

શબ્દ સાહિત્યે રમે તો રુપ નવલા થાય છે

શબ્દમાં છે પાળિયા-દુહા ઝખમને રાસડા

શબ્દની સાખીમાં વીરોની કથા છલકાય છે

શબ્દમાં અક્ષર વસે ને અક્ષરે છે નાદબ્રહ્મ

સૃષ્ટિમાં સર્જનને લયની જ્યાં કથા દોહરાય છે

 -ડો. અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

मैं जन्म तथा कर्म से ईस्लाम धर्मी मुस्लिम व्यक्ति हूं. मेरे इस संशोधन के बाद हजारों लोगों ने मुझसे यही प्रश्न किया, ‘आपने यही विषय (कृष्ण) ही क्यों पसंद किया ? प्रति उत्तर साफ था, मै भारत भूमिका पुत्र हूं, जिसके संस्कार से तथा संस्कृतिसे प्रभावित होना स्वाभाविक है. जैसे कवि रसखानने कृष्ण काव्य लिखे, कर्नाटकके चित्रकार अल्लाबक्षाखांने श्रीकृष्णलीला के बडे भाववाही सुन्दर चित्र बनाये ( जो बांसदा रियासतके राजमहलमें आज भी मौजुद है ) बडे बडे मुस्लिम शाश्त्रीय गायक उस्तादोनें भी कहा,-बिना कान्हा कया गाना ?” अल्लामा इकबालने अपने ‘मनसवी’काव्यमें असरारे खुदी में श्रीकृष्णके गुणगान गाये है.

-डो. अब्बासअली ताई की ‘अजनबी हस्ताक्षर’ किताबसे..

6 thoughts on “શબ્દ -ડો. અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

 1. શબ્દમાં અક્ષર વસે ને અક્ષરે છે નાદબ્રહ્મ

  સૃષ્ટિમાં સર્જનને લયની જ્યાં કથા દોહરાય છે

  vaaha! kohinoor

  Dilipbhai,
  Ajanabi, is not Ajanabi.
  He is above all of us.

  Ramesh Patel(Aakashdeep)

 2. શબ્દમાં અક્ષર વસે ને અક્ષરે છે નાદબ્રહ્મ

  સૃષ્ટિમાં સર્જનને લયની જ્યાં કથા દોહરાય છે

  vaaha! kohinoor

  Dilipbhai,
  Ajanabi, is not Ajanabi.
  He is above all of us.

  Ramesh Patel(Aakashdeep)

 3. He is not Ajababi,very true Rameshbhai but he you know what Knower Rishi said in Veda…अविज्ञातम विजानताम विज्ञातम अविज्ञानताम्….I am agree he is above us…still he came down to my leval…to corespond with me…I have kept his letters.

 4. શબ્દમાં અક્ષર વસે ને અક્ષરે છે નાદબ્રહ્મ

  સૃષ્ટિમાં સર્જનને લયની જ્યાં કથા દોહરાય છે

  ઓ પ્રિયતમ ! હું અક્ષરો વડે અ ક્ષર ને કંડારું છું. અવર્ણિય નું વર્ણન કરવા મથું છું ! નિરાકારને આકાર આપું છું…આ લેખનીં તો એક બહાનું છે નાથ ! તારાં વિરહનાં જ જખ્મો પર લેપ લગાવું છું. ઝુંરતાં ઋદયા ને મનાવું છું . આમ તો આમ તને મારી પાસે ને પાસે જ રાખું છું. ઓ પ્રિયતમ ! સદેહે નહિં તો કઈ નહિં શબ્દદેહે તો પ્રગટ થા !

 5. શબ્દમાં છે સલમા-સીતા શબ્દમાં મેરી મધર
  શબ્દ હાલરડે વસી મમતાના ગીતો ગાય છે
  સુંદર અને અદભૂત રચના!!!!!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s