સપના વીણી શકું તો, -Niranjana Desai

મિત્રો, નિરંજના દેસાઈ આપણી સમક્ષ તાજેતરમાં ‘ઈતર’ કાવ્ય સંગ્રહ અને ‘આવતા રહેજો’ ગુજરાતી કાવ્યોનો સી.ડી. આલ્બમ લઈ આવ્યા છે..તો ચાલો આવો આપણી ગુજરાતી ભાષામાં ઉમેરાયલાં નવલા પ્રકાશનોને બિરદાવીએ…

img_1258_22

પનાં !

સપના વીણી શકું તો,

પાનખરમાં ખરતાં પર્ણોને મારા પાલવમાં ઢબુરી લઉં !

સપના વીણી શકું તો,

વેરાતા બરફની ફરફરને મારી હથેલીમાં પૂરી દઉં !

સપના વીણી શકું તો,

વસંતમાં મ્હોરતી કળીઓનાં સ્પંદનો મારા કવિતમાં ગૂંથી દઉં !

સપના વીણી શકું તો,

ગ્રીષ્મમાં ખીલતાં પુષ્પોના આનંદને મારા અસ્તિત્વમાં ભરી દઉં !

ને ઝરમરતાં વર્ષાના ફોરામાં,

આ સર્વ સપનાં સમેટી જીવનને ઝરમરતું કરી લઉં !

-મઘમઘતું કરી લઉં !


નિરંજના દેસાઈ, લંડન

13 Gujarati Poems in ‘Avata Rejo’ Audio CD Album, Singer & Composer Maya Dipak, Ahmedabad, India

4 thoughts on “સપના વીણી શકું તો, -Niranjana Desai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s