તિરાડ -રિષભ મહેતા ‘બેતાબ’

rg

આજે લાડીલા શાયર અને ગાયક રિષભ મહેતાની ગઝલ રજુ કરું છું લેસ્ટર, બોલ્ટન, બેટલી, બર્મિન્ઘામ, માન્ચેસ્ટર, લંડન અને યુ.કેના ગઝલ ચાહકો ના કાનમાં હજી ગુંજ્યા કરે છે ગાયત્રી ભટ્ટ અને રિષભ મહેતાના કંઠે ગવાયેલ ગઝલો અને રાગ સ્વરની સંગતે મહેફિલોમાં ઉડેલી રંગત.

Gazal

 કોણે તને કહ્યું’તું – કલમ ઉપાડને ?

ધ્યાનસ્થ શબ્દના ૠષિને તું જગાડને !

બેઠો ભલે તું બંધ કરીને કમાડને,

પૂરીશ શી રીતે તું ભીંતની તિરાડને ?

આખો ને આખો હાથ દબાઈ ગયો અરે !

નીકળ્યો’તો હું ઉચકવા શબ્દના પહાડને.

કમભાગ્ય એનું; કોઈને છાયા ન દઈ શક્યો,

સરખો જ તાપ વેઠવો પડે છે તાડને.

બોલ્યું નહીં જરાય પાનખર વિરુદ્ધ એ,

પૂછ પૂછ કર્યા કર્યું મેં લાખ વાર ઝાડને.

મસળી રહ્યો છે કેમ ફૂલને તું પાનને ?

તાકાત હો તો એકલા કાંટા ઉગાડને ?

એની ઉલટ તપાસ બહુ ઘાતકી ઠરી,

વાડા વિષે જરાય નો’તી જાણ વાડને !

‘બેતાબ’ અમે પણ હતા મક્કમઃ ન ચીખશું,

દુનિયા દબાવતી ભલે ને દુઃખતી નાડને.

‘બેતાબ’ ના અણસાર સુદ્ધાં દીધો મોતનો,

બેસી રહ્યા તબીબ સૌ પકડીને નાડને.

-રિષભ મહેતા ‘બેતાબ’

5 thoughts on “તિરાડ -રિષભ મહેતા ‘બેતાબ’

 1. બોલ્યું નહીં જરાય પાનખર વિરુદ્ધ એ,

  પૂછ પૂછ કર્યા કર્યું મેં લાખ વાર ઝાડને.

  મસળી રહ્યો છે કેમ ફૂલને તું પાનને ?

  તાકાત હો તો એકલા કાંટા ઉગાડને ?

  very high morale!

 2. શ્રી વફા ની વાત ,શેર અનોખો અને ઉમદા છે.

  વાત માનવ મનના વિચારોની છે,તો વૃક્ષ પણ માનવ ની આંખે

  બોલતું હું સાંભળી ગયો.. ..

  શું વાત અંદરની તમને હું કહું

  હરખ મંજરીના ઝીલતા અમે દિવાના થયા

  યશનામ દિધા જગે રંગ રુપ ધરી

  તોય છોડી અમને પાછા ધરાના થયા

  અને દિલીપ ભાઈ તમે કંઈ સાંભળ્યું?

  વફા આકાશદીપની વાત સૂણી બોલ્યો પરમ

  છોડ આસક્તી, સમજ મર્મનો મોટો ધરમ

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. -રિષભ મહેતા ‘બેતાબ’

  nicely told everything and appriciated by Shri Vafa

  Sorry and corrected my mistake.

  શ્રી વફા ,મને પણ આ બેતાબની ગઝલ ની અનોખી વાત ગમી અને કહેવાની

  ખુમારી છે.

  વાત માનવ મનના વિચારોની છે,તો વૃક્ષ પણ માનવ ની આંખે

  બોલતું હું સાંભળી ગયો.. ..

  શું વાત અંદરની તમને હું કહું

  હરખ મંજરીના ઝીલતા અમે દિવાના થયા

  યશનામ દિધા જગે રંગ રુપ ધરી

  તોય છોડી અમને પાછા ધરાના થયા

  અને દિલીપ ભાઈ તમે કંઈ સાંભળ્યું?

  બેતાબ આકાશદીપની વાત સૂણી બોલ્યો પરમ

  છોડ આસક્તી, સમજ મર્મનો મોટો ધરમ

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. બેઠો ભલે તું બંધ કરીને કમાડને,
  પૂરીશ શી રીતે તું ભીંતની તિરાડને ?

  કમભાગ્ય એનું; કોઈને છાયા ન દઈ શક્યો,
  સરખો જ તાપ વેઠવો પડે છે તાડને.

  બોલ્યું નહીં જરાય પાનખર વિરુદ્ધ એ,
  પૂછ પૂછ કર્યા કર્યું મેં લાખ વાર ઝાડને.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s