પાંચ મુક્તક -દિલીપ ગજ્જર

IMG_8122પાંચ મુક્તક 

થવા ઉત્તિર્ણ સારા માર્કે અવનિને અભિનંદન !

હ્દયથી પ્રાર્થ્ના અચૂક તને મળી જાય એડમીશન !

છે તેને યંત્ર-જિજ્ઞાસા કે એન્જીનીયર થવું એક દિન,

શિરે માતાપિતા આશિષ જીવન સુંદર બને ઉપવન !

***

વિશ્વ સર્જનહારની જો કેટલી અદ્ભૂત સૃષ્ટિ !

શબ્દના બ્રહ્મા કવિની છે અનોખી કાવ્ય-સૃષ્ટિ !

પણ કલા મૂલવવા સૌની સરખી સમજણ ક્યાં દિલીપ ?

માનવીના મનમહીં તો જેવી દૃશ્ટિ તેવી સૃષ્ટિ !

***

મુક્ત કંઠે પ્રેમકેરા ગીતનું ગુંજન કરો

અન્ય સૌ જૂઠા ધરમનું જગથી નિકંદન કરો

ના થવું હિંસાના સાધન હોય જો તાકાત તો,

ફૂલ નહિ ફૂલપાંદડીનું કમસે કમ સર્જન કરો

***

અમારા દેશના સંડાસ જરા બદલાય તો સારું

ગમે ત્યાં મળ તજી ના ગંદકી ફેલાય તો સારું

ગમે તે પક્ષ સત્તા સંત નેતા આવે કે જાયે,

ફરક પડતો નથી શાંતિ જરા જળવાય તો સારું

***

સ્વનું શોષણ કરે તેવા સબંધો રાખવા શાને ?

ગળું મુકિતનું દાબે તે રિવાજો પોષવા શાને ?

વધુ ક્યાં અર્થ દિલીપ, સ્વાર્થમાં નિસ્વાર્થને સમજ

બને તો રોપ આંબા વ્યર્થ બાબળ રોપવા શાને ?

–  દિલીપ ગજ્જર, લેસ્ટર


 


 

બલેકબર્ન -સુફી મનુબરી,

VP mushaira

બ્લેકબર્નના તા. ૧૭.૫.૨૦૦૯ ના આયોજિત મુશાયરામાં ઉપસ્થિત યુ.કેના શાયરો.

બેઠેલ પંક્તિમાં, દિલીપ ગજ્જર, પ્રેમી દયાદરવી, સિરાજ પટેલ, પથિક સિતપોણવી,સૂફી મનુબરી,હસન ગોરા.

ઉભેલ પંકિતમાં, મહેંક ટંકરવી, અહમદ ગુલ, ઈસ્માઈલ દાજી, બેદાર લાજપુરી, મધુ ચામ્પાનેરી, વસુ ગાંધી,

બાબર બંબુસરી, કદમ ટંકારવી, અદમ ટંકારવી, ઈબ્રાહિમભાઈ

બલેકબર્ન હઝલ

ઓ માય દિયર ઓ માય સન

આ ટાઉનનું નામ બલેકબર્ન

ઊઠે તે સૂતાની ઘડી,

થાક્યા ટેકરા ચડી ચડી

એક નહિં પણ એકાવન,

ભરુચીઓનું થાય દર્શન

લેંઘા જેવું ઢીલું જીવન,

કફનીનું તૂટેલું બટન.

પોત્રો ફિશ એન્ડ ચિપ્સ લાવે,

દાદાને તો ભજિયા ભાવે.

મુસાએ બિકનેલમાં અથાડી,

લાયસન ટેક્ષ વગરની ગાડી.

પટેલ બાહુક જેવો લાગે,

એને જોઈને ગોરી ભાગે.

વ્હોલીરેન્જ પર શોર બકોર,

લાગે છે કે આ લાહોર.

બાલા-કલાવામાં હું ફરું છુ,

ત્યારે ભરુચને યાદ કરું છું.

શાદીની જો સિઝન આવે,

બેન્ગોરમાં જઈ ધૂમ મચાવે.

ભરુચીઓ મહેફિલ જમાવે,

સૂરતી નાન ખટાય બનાવે.

બાબરભાઈને ગાંઠિયા ભાવે,

દશ પેનીના લઈને આવે.

જેક સ્ટ્રો પણ અહિયાં ફરતાં,

પટેલને જોઈ હલ્લો કરતાં.

લોર્ડ આદમ લેન્ગોમાં વસ્તા,

બિકનેલમાં એ જુમ્મા પઢતા.

બલેકબર્નમાં આ સૂફી ફરે છે,

ટાંટિયા એના ભજન કરે છે.

દુકાનમાં જઈ તડબૂચ ચાખે,

ડોર હંમેશા ખુલ્લાં રાખે.

અહીં ઘરોમાં તાલિમ થાય,

ચૂંટણી આવે જંગ ખેલાય.

પ્રેસ્ટનવાળી ગાંડી થાય,

જણસો લેવા બલેકબર્ન જાય.

ફાતમ ગાડી દોડાવે છે.

કપડા લેવા આવે છે.

ટેકરા ઉપર ફેંકે છે,

ખાઈને હાજી હાંફે છે.

પ્રેમી-દલાલને બાબર છે,

બલેકબર્નના એ શાયર છે.

‘સૂફી’ અહિયાં ધાંધલ થાય,

બલેકબર્ન યુ.કે. માં પંકાય.

 -સુફી મનુબરી, બોલ્ટન


આગમન દિન -દિલીપ ગજજર

IMG_7888આગમન દિન

તેં મને જીવન દીધુ તારો ઘણો આભાર છે

હું તને વંદન કરું તારો જ બસ આધાર છે

શીશ ઝુકે છે શરમથી  માંગવુ મરવું સમાન

કરકમળમાં કર્મફળ જેવું મળે સ્વીકાર છે

ઘાટ દઈ રંગી દીધું જગ ક્યાંય પણ કોરું નથી

તોય તુજ આકાર ના અદભૂત ચિત્રકાર છે

બીજ રોપી પ્રિતના હૈયું ધબકતું તેં કીધુ

દઈ દીધું પાછુ તને જુદો સકલ સંસાર છે

આ બનું કે તે બનું શું શું બનું શું ના બનું

થઈ શકે હળવો બનું માતા ધરા પર ભાર છે

હે પ્રભુ ! અટકાવ શોષણ ધર્મના નામે થતું

જાણતો તું પ્રાર્થનામાં દર્દ પારાવાર છે

આગમનમાં છે ગમન ને આગ તનમન બાળશે

કાયમી ક્યાં કોઈના વહેપાર કારોબાર છે

ગીતગુંજન ,કાવ્યસર્જન, ચિત્ર ‘દિલીપ’ પામતો

મનમહીં તુજ મોરના બસ  તેટલા ટહુકાર છે

 -દિલીપ ગજજર,

લેસ્ટર ૨૦.૫.૨૦૦૯


રમેશ પારેખને અંજલિ-દિલીપ ગજ્જર

છ અક્ષરનું નામ
ramesh-parekh-bમિત્રો, આજે યાદગાર રમેશ પારેખની ત્રીજી પૂણ્યતીથિએ અંજલિ.

જેમને અક્ષર અઢી સમજાય છે

તેમને ઈશ્વર ખરો સમજાય છે

દેહ નશ્વર જે રીતે ખોવાય છે

નામ અક્ષર છ નું ક્યાં ભુંસાય છે

રુબરું જોયાં, મળ્યા ના સાંભળ્યાં

તોય મનમાં ખોટ તુજ વર્તાય છે

એક ડાળે બેસી ટહુકા જે કર્યા

સાત સાગર પાર જઈ પડઘાય છે

શબ્દતીરથી આ’ર.પા’ર દિલીપ’ના

દિલ વીંધી તે પાર નીકળી જાય છે

-દિલીપ ગજ્જર

17th May 2007 બ્લેકબર્ન, યોર્કશાયર, યુ.કેમાં આજે મુશાયરાનું આયોજન

જેમાં લગભગ ૧૫ જેટલાં કવિ ગુજરાતી રચનાઓ રજુ કરશે

સાથે સાથે બાબર બંબુસરીના ગઝલ -હઝલ સંગ્રહ વતનપ્રેમ-૨ નું પણ વિમોચન થશે

મુશાયરાનું સંચાલન અદમ ટંકારવી કરશે.

કન્યા વિદાય વેળાએ-કુતૂબ ‘આઝાદ’

Heenaકન્યા વિદાય વેળાએ

પિયરનં આંગણું ત્યાગીને બહેની જાય છે આજે,

મૂકી માબાપની માયા વિદાય થાય છે આજે.

સખીરી લગ્ન છે તારા ને કિસ્મત આજ જાગી છે,

બરાત આવી છે આંગણમાં અને શરણાઈ વાગી છે.

તું આ શરણાઈ જેવા સૂર મીઠાં વેરતી જાજે,

અહીંના સોણલા સર્વે અહીં ખંખેરતી જાજે.

પતિનું ઘર એ દુનિયા આજથી તારી બની જાશે,

હવે કન્યા મટી તું એક સન્નારી બની જાશે

પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે,

કુટંબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે.

પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે,

દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે.

સુવાસો થઈ સદા ચર્ચાઈ તારી વાત સાસરીએ,

દુઆ છે તારા પગલાંની પડે ત્યાં ભાત સાસરીએ.

ગરીબી હોય તો ત્યાં જઈ ગરીબીમાં ખુશી થાજે,

તને વાતાવરણ જેવું મળે તેમાં ડુબી જાજે.

દુલ્હન આજે બની છે તું ચમકતું એ મુકદ્દર છે

લૂછી લે આંસૂઓ પ્યારી ખુશીનો આજ અવસર છે

કળીના જેમ ખીલી ફૂલ પેઠે મુસ્કુરાતી જા,

મોહબ્બતનું નવા જીવનનું મીઠું ગીત ગાતી જા

તને ભૂલી નહિ જઈએ દ્શ્ય એ સાદ આપે છે

અમારી આંખના આસૂંઓ આશિર્વાદ આપે છે.

સલામી લે, અમારી યાદ, હૈયે સંઘરીને જા,

દુઆઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા.

નહિ’આઝાદ’ ભૂલે કોઈ પણ આ યાદગારોને,

ખુદા આબાદ રાખે તારા ગુલશનની બહારોને.

કુતૂબ ‘આઝાદ’

પ્યાર પણ દીધો મને-પ્રેમી દયાદરવી

DGimageગઝલ

આંખમાં ખુમાર પણ દીધો મને

દિલમાં એનો પ્યાર પણ દીધો મને

સંકટોનો પહાડ તેં આપ્યા પછી

સબ્રનો આધાર પણ દીધો મને

પાંખ કાપીને પછી આ જાલિમે

આભનો વિસ્તાર પણ દીધો મને

ફૂલ મળ્યા’તાં સતત જે હાથથી

એ જ હાથે ખાર પણ દીધો મને

સાવ જૂઠી વાત મને સમજાવવા

દુશ્મનોએ પ્યાર પણ દીધો મને

નફરતોની આગ ‘પ્રેમી’ ઠારવા

પ્રેમ અનરાધાર પણ દીધો મને

પ્રેમી દયાદરવી, બ્લેકબર્ન

બાયો ચડાવીશું-બાબર બંબુસરી

IMG_1102_2બ્લેકબર્નમાં તા.૧૭ મી મે.ના સાંજે એક ભવ્ય ગુજરાતી મુશાયરાનું આયોજન થયું છે.

યુ.કેના પંદર જેટલા કવિઓ આ કવિ સંમેલનમાં ભાગ લેશે.

બોલ્ટનના શાયર જ.અદમ ટંકારવી સંચાલન સંભાળશે.

બાબર બંબુસરીના ‘વતનપ્રેમ-2’ કાવ્યસંગ્રહનું વિમોચન પણ કરવામાં આવશે.


બાયો ચડાવીશું

નરમ માણસની પાસે તો અમે બાંયો ચડાવીશું

નઠારો હોય જો સામે તો પૂંછડી પટપટાવીશું

જો પૈસા હોય ખિસ્સામાં તો બીજું આવડે પણ શું ?

અમે પડઘમ વગાડીશું અને રંડી નચાવીશું

સુપર પાવરની સામે તો અમે ચૂં ચા નહીં કરીએ

પરંતુ અંદર અંદર તો અમે પાવર બતાવીશું

ગમે તેને પૂછો તો એ કહે પરણીને પસ્તાયા

અમે ચડ્યા તમોને પણ હવે ઘોડે ચઢાવીશું

અમે જાહેરમાં તો રોફ પણ બતલાવશું ‘બાબર’

પરંતુ ખાનગીમાં હાથ જોડીને મનાવીશું


-બાબર બંબુસરી


મારી ઓળખણ-શોભા જોશી

bluebellheart1    

ારી ઓળખણ

મારી ઓળખાણ જો પૂછો તો કહું કે

હું તો મીઠી એ મોરલીનો સૂર

માધવની રાધાને પ્રાણથીય પ્રિય

એ તો તાણી લાવે લાગણીના પૂર


મારી ઓળખાણ જો પૂછો તો કહું કે

હું તો રુમઝૂમતું ગુલમહોર ફૂલ

વાવડાની સંગાથે કરતું હું ગોથડી

ને કરતું ગમતાનો ગુલાલ મહામૂલ


મારી ઓળખાણ જો પૂછો તો કહું કે

હું તો પ્રિયજનનો મોંઘેરો પતર

જેને ઉકેલી ઉકેલીને હરખાતી

ઓલી છાંટતી પ્રેમના અત્તર


મારી ઓળખાણ જો પૂછો તો કહું કે

હું તો, ”આપણની” નવી પરિભાષા

હુંં-તું નો છેદ ઉડાડીને એ તો

ઉગતી નવી અંતરની અભિલાષા

-શોભા જોશી, લેસ્ટર