છ અક્ષરનું નામ
મિત્રો, આજે યાદગાર રમેશ પારેખની ત્રીજી પૂણ્યતીથિએ અંજલિ.
જેમને અક્ષર અઢી સમજાય છે
તેમને ઈશ્વર ખરો સમજાય છે
દેહ નશ્વર જે રીતે ખોવાય છે
નામ અક્ષર છ નું ક્યાં ભુંસાય છે
રુબરું જોયાં, મળ્યા ના સાંભળ્યાં
તોય મનમાં ખોટ તુજ વર્તાય છે
એક ડાળે બેસી ટહુકા જે કર્યા
સાત સાગર પાર જઈ પડઘાય છે
શબ્દતીરથી આ’ર.પા’ર દિલીપ’ના
દિલ વીંધી તે પાર નીકળી જાય છે
-દિલીપ ગજ્જર
રુબરું જોયાં, મળ્યા ના સાંભળ્યાં
તોય મનમાં ખોટ તુજ વર્તાય છે
yes, we all are connected with some invisible
strings of feelings.
pl. remember us in Mushayara with your favorite lines.
Thanks, Dilipbhai for sharing good feelings
coming from heart.
Ramesh Patel(Aakashdeep)
ર.પા. માટેની લાગણીની સુંદર રજૂઆત બદલ આભાર.
http://asaryc.wordpress.com/2009/03/10/ફાગણની-ઝાળઝાળ-બળતી-વેળામ/
bahusarase