આગમન દિન -દિલીપ ગજજર

IMG_7888આગમન દિન

તેં મને જીવન દીધુ તારો ઘણો આભાર છે

હું તને વંદન કરું તારો જ બસ આધાર છે

શીશ ઝુકે છે શરમથી  માંગવુ મરવું સમાન

કરકમળમાં કર્મફળ જેવું મળે સ્વીકાર છે

ઘાટ દઈ રંગી દીધું જગ ક્યાંય પણ કોરું નથી

તોય તુજ આકાર ના અદભૂત ચિત્રકાર છે

બીજ રોપી પ્રિતના હૈયું ધબકતું તેં કીધુ

દઈ દીધું પાછુ તને જુદો સકલ સંસાર છે

આ બનું કે તે બનું શું શું બનું શું ના બનું

થઈ શકે હળવો બનું માતા ધરા પર ભાર છે

હે પ્રભુ ! અટકાવ શોષણ ધર્મના નામે થતું

જાણતો તું પ્રાર્થનામાં દર્દ પારાવાર છે

આગમનમાં છે ગમન ને આગ તનમન બાળશે

કાયમી ક્યાં કોઈના વહેપાર કારોબાર છે

ગીતગુંજન ,કાવ્યસર્જન, ચિત્ર ‘દિલીપ’ પામતો

મનમહીં તુજ મોરના બસ  તેટલા ટહુકાર છે

 -દિલીપ ગજજર,

લેસ્ટર ૨૦.૫.૨૦૦૯


4 thoughts on “આગમન દિન -દિલીપ ગજજર

 1. ગીતગુંજન ,કાવ્યસર્જન, ચિત્ર ‘દિલીપ’ પામતો
  મનમહીં તુજ મોરના બસ તેટલા ટહુકાર છે

  વાહ દિલીપભાઈ સરસ વાત લઈ આવ્યા.

 2. આગમનમાં છે ગમન ને આગ તનમન બાળશે

  કાયમી ક્યાં કોઈના વહેપાર કારોબાર છે

  said everything and mistry of the world.

  Really superb expression.

  Congratulation for such nice gazal.

  Ramesh Patel(Aakashdeep)

 3. થઈ શકે હળવો બનું માતા ધરા પર ભાર છે
  હે પ્રભુ ! અટકાવ શોષણ ધર્મના નામે થતું
  As usual in his poetic creation Dilip says something which has very deep meaning.

  Siraj Patel “Paguthanvi”
  Secretary
  Gujartati Writers’Guild-UK

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s