પાંચ મુક્તક
થવા ઉત્તિર્ણ સારા માર્કે અવનિને અભિનંદન !
હ્દયથી પ્રાર્થ્ના અચૂક તને મળી જાય એડમીશન !
છે તેને યંત્ર-જિજ્ઞાસા કે એન્જીનીયર થવું એક દિન,
શિરે માતાપિતા આશિષ જીવન સુંદર બને ઉપવન !
***
વિશ્વ સર્જનહારની જો કેટલી અદ્ભૂત સૃષ્ટિ !
શબ્દના બ્રહ્મા કવિની છે અનોખી કાવ્ય-સૃષ્ટિ !
પણ કલા મૂલવવા સૌની સરખી સમજણ ક્યાં દિલીપ ?
માનવીના મનમહીં તો જેવી દૃશ્ટિ તેવી સૃષ્ટિ !
***
મુક્ત કંઠે પ્રેમકેરા ગીતનું ગુંજન કરો
અન્ય સૌ જૂઠા ધરમનું જગથી નિકંદન કરો
ના થવું હિંસાના સાધન હોય જો તાકાત તો,
ફૂલ નહિ ફૂલપાંદડીનું કમસે કમ સર્જન કરો
***
અમારા દેશના સંડાસ જરા બદલાય તો સારું
ગમે ત્યાં મળ તજી ના ગંદકી ફેલાય તો સારું
ગમે તે પક્ષ સત્તા સંત નેતા આવે કે જાયે,
ફરક પડતો નથી શાંતિ જરા જળવાય તો સારું
***
સ્વનું શોષણ કરે તેવા સબંધો રાખવા શાને ?
ગળું મુકિતનું દાબે તે રિવાજો પોષવા શાને ?
વધુ ક્યાં અર્થ દિલીપ, સ્વાર્થમાં નિસ્વાર્થને સમજ
બને તો રોપ આંબા વ્યર્થ બાબળ રોપવા શાને ?
– દિલીપ ગજ્જર, લેસ્ટર
વિશ્વ સર્જનહારની જો કેટલી અદ્ભૂત સૃષ્ટિ !
શબ્દના બ્રહ્મા કવિની છે અનોખી કાવ્ય-સૃષ્ટિ !
પણ કલા મૂલવવા સૌની સરખી સમજણ ક્યાં દિલીપ ?
માનવીના મનમહીં તો જેવી દૃશ્ટિ તેવી સૃષ્ટિ !
સુંદર મુકતક્
શિરે માતાપિતા આશિષ જીવન સુંદર બને ઉપવન !
ફૂલ નહિ ફૂલપાંદડીનું કમસે કમ સર્જન કરો
ગમે તે પક્ષ સત્તા સંત નેતા આવે કે જાયે,
ફરક પડતો નથી શાંતિ જરા જળવાય તો સારું
માનવીના મનમહીં તો જેવી દૃશ્ટિ તેવી સૃષ્ટિ !
વધુ ક્યાં અર્થ દિલીપ, સ્વાર્થમાં નિસ્વાર્થને સમજ…..
Selected a line from each…..Enjoyed all !
Chandravadan (Chandrapukar !)
http://www.chandrapukar.wordpress.com
ગમે તે પક્ષ સત્તા સંત નેતા આવે કે જાયે,
ફરક પડતો નથી શાંતિ જરા જળવાય તો સારું
well said …
Respected Dilipsir,
Find this article as really intersting,will share it with mine cousin brother.
Thank You!!
shri Dilipbhai
Yes really fine n enjoyed reading
I don’t have words to explain
Laxman
સ્વનું શોષણ કરે તેવા સબંધો રાખવા શાને ?
ગળું મુકિતનું દાબે તે રિવાજો પોષવા શાને ?
વધુ ક્યાં અર્થ દિલીપ, સ્વાર્થમાં નિસ્વાર્થને સમજ
બને તો રોપ આંબા વ્યર્થ બાબળ રોપવા શાને ?
દિલીપભાઈ..આટલી સચ્ચાઇ ભરેલી વાત ..કાશ આ સ્માજ આવાત
સાંભળે…
સપના