“We must become the change we want to see”
યુ.કે.નું લેસ્ટર
એજ મારું શહેર
લીલુંછમ શહેર મુજ
વૃક્ષથી છે સભર
વિશ્વ માનવ અહીં
સંસ્કૃતીથી સભર
બેલગ્રેવ રોડ પર
ઈન્ડિયાની અસર
લેસ્ટરવાસી પર
બાપૂ કરતાં નજર
-દિલીપ ગજજર,લેસ્ટર
ખુબ આનંદની વાત છે કે લેસ્ટરના બેલગ્રેવ રોડ પર પસાર થતા હવે તમને જુદી જ ઝલક પલકભરમાં દેખાઈ જશે..
સ્વીટ સોની અને સારીની હારબંધ દુકાનોમાત્ર હવે ત્યાં નથી હારબંધ ટ્રાફીકલાઈટ ઉપરાંત
ગાંધી બાપૂ તરફ તમારી નજર ગયા વિના નહિ રહે અને બાપુ પણ તે જ સમયે તમને કશુ કહ્યા વિના નહિ રહે…
અંતઃકરણના અરિસાની સ્વચછતા પર તે નિર્ભર છે જો ટ્યૂનિંગ બરાબર હશે તો જરુર તીવ્ર પ્રેરણા આપ્યા વિના નહિ રહે..
કેવું રીએક્શન બાપુ તરફ થાય છે તેના પરથી આત્મનિરીક્ષણ કરવું ઘટે કે,
કિં નુ મે સતપુરુષ યા કિં નુ મે પશુતુલ્ય ઈતિ ?