જીવતરના પાઠ-રમેશ પટેલ(આકાશદીપ)

Varanasi

જીવતરના પાઠ

 

પ્રભુ વંદના પ્રભાતિયાથી પાંગરતી શુભ સવાર

ફળિયું નાનું લાગે વ્હાલું, ઘર ઘરના રમનાર

ગામને પાદર ગોવાળોને, ગેડી દડાનો સાથ

હસતાં રમતાં શેરીએ ચાલ્યા, ભેરુઓના વ્હાલ

સ્નેહે ભીંજાયા પાડોશીના ને દીઠા મમતાના મોલ

ગામનો ચોરો કૂવાન્નો કાંઠો , સંધાતા વાતોના દોર

માયા મમતા દિલથી મોટા, સુખદુખના સંગાથી

દુનિયાદારી કોઠા સૂઝથી નાખ્યા ઉખાણા ઉકેલી

યૌવન આવ્યું પાદર છોડ્યું પાઠ જીંદગીના જાણ્યા

વાયુ વેગે વહી જીંદગી , પૈસા પાછળ દોડ્યા

સંસારની વાડી ફૂલી ફાલી, વીત્યા દિવસને રાત

સમૃધ્ધિ દેખી ભૂલ્યા નીજને, મનડું ચડ્યું ચગડોળ

જોબન જાતાં વારના લાગી, તૂટ્યા હામને જોમ

ઘડપણની વ્યથા દેહનાં કામણ આજે છે કરમાણાં

વ્હાલા વેરી સમજે નકામા ,પાદર થયા પરદેશ્

સમયની કરવટ, સ્નેહની સરવાની આજે છે સૂકાઈ

ભાગ્યા ભેરુ ભૂલ્યા સંગાથી, કરમની છે કઠણાઈ

લીલા નીરખી કુદરત તારી ભજીએ અંતરયામી

દીધી શીખ જીવનની રીત મધ્યમ માર્ગી રહીએ

જીવતરના પાઠ સત્સંગી થઈ એકબીજાના થઈએ

રમેશ પટેલ(આકાશદીપ)

6 thoughts on “જીવતરના પાઠ-રમેશ પટેલ(આકાશદીપ)

 1. લીલા નીરખી કુદરત તારી ભજીએ અંતરયામી

  દીધી શીખ જીવનની રીત મધ્યમ માર્ગી રહીએ

  જીવતરના પાઠ સત્સંગી થઈ એકબીજાના થઈએ………
  Nice Rachana & Nice Ending…Rameshbhai !
  See you, Dilipbhai & Rameshbhai on my Blog Chandrapukar !

 2. Enjoyed the poem of Ramesh Patel(Aakashdeep)

  પ્રભુ વંદના પ્રભાતિયાથી પાંગરતી શુભ સવાર

  ફળિયું નાનું લાગે વ્હાલું, ઘર ઘરના રમનાર

  ગામને પાદર ગોવાળોને, ગેડી દડાનો સાથ

  હસતાં રમતાં શેરીએ ચાલ્યા, ભેરુઓના વ્હાલ
  Very nice

  Hetal and Hardik

 3. શ્રી રમેશભાઈ, ઉચ્ચ જીવનની વાત તમે કાવ્યમાં કહી છે..અભિનનંદન…અધ્યાત્મ ના ઉચ્ચ માર્ગે લઈ જાય તે જ સાચી કવિતા ને સતસંગી જીવન જ ભદ્ર જીવન અન્યથા નહિ. મોટાભાગના પ્રેયમાર્ગે રચ્યા રહે છે નહિ કે શ્રેય માર્ગે….

 4. સ્નેહે ભીંજાયા પાડોશીના ને દીઠા મમતાના મોલ

  ગામનો ચોરો કૂવાન્નો કાંઠો , સંધાતા વાતોના દોર

  Really ,you have dragged me to
  my native place.
  Maja aaavi.

  Chirag Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s