ગઝલ
પ્રેમ જોવો છે તો દ્વારે આવકારીને જુઓ
એ ન લાગે ઠીક તો જાતે પધારીને જુઓ
આમ નીરખી નહિ શકો આ દર્દમય દિલને તમે
આંખ પરથી ગર્વના પડદા ઉતારીને જુઓ
સ્હેજમાં દિવાનગીનો ભેદ સમજી નહિ શકો
પ્રેમની પાછળ પ્રથમ સર્વસ્વ હારીને જુઓ
હરકદમની ઓથમાં મંજિલ છુપી છે દોસ્તો,
માત્ર ખામી તો છે, જોવામાં જ ઢાળીને જુઓ
એજ છે સૌ પ્રેમીઓની જિન્દગી કેરો ચિતાર
કંટકો વચ્ચે મહેંકતી પુષ્પ ક્યારીને જુઓ
દર્દ સૌ તમને તમારા અલ્પ દેખાશે પછી,
બે ઘડી સાથે મુસાફિરના ગુજારીને જુઓ
-મુસાફિર પાલનપુરી
Photo by D.Gajjar,7th Floor Sahyadri ,National Highway, Amd.
bahu saras,aabhaar dilip bhai tamaro ane musafir saheb no pan. bahu maja avi gai
આમ નીરખી નહિ શકો આ દર્દમય દિલને તમે
આંખ પરથી ગર્વના પડદા ઉતારીને જુઓ ………
I liked the Rachana & those 2 lines really touched me !
Have sau aavo Chandrapukar par !
http://www.chandrapukar.wordpress.com
Revisiting…I remember posting a Comment for this Post…not seen….may be deleted……Just to say again I liked the Rachana !
Thanks Dr. Chandravadan..no reason to delet but may be lost somehow….sorry for that..I have composed above gazal to sing….
(I see now your comment was in spam folder..thats why..I have aproved it. )
સરસ પરંપરાગત ગઝલ. આને કંપોઝ કરી છે તો અમને પણ સંભળાવો.
bahu sunder