શ્રવણ સમ દિકરા જોયાં…

sunshine

હરિ દે છે, હરિ લે છે, નમન તેને કરી લઉ છું

સ્વયં જીવન ગુરુ થઈ બોધ દે અનુભવ ગ્રહી લઉ છું

હજારો વર્ષથી ચાલ્યા જ આવે આ દિવસ ને રાત,

પલક જે ઉઘડે તે પલને શુભ પ્રભાત ગણી લઉ છું

***

જીવનભર સેવા કરનારા શ્રવણ સમ દિકરા જોયાં

અને જીવતાજી ઘા કરનાર કપાતર પથ્થરા જોયાં

સ્વજનનું સુખ જોઈ ઊઠતી અંતરમાં જ્વાળાઓ

ઠરાવી અન્યને મુરખ સ્વયં બનતાં ખરા જોયાં

મળે અપમાન દિકરી બેનને જન્મીને જે ઘરમાં

અતિલાડેથી વંઠેલા પિતાના પોતરા જોયાં

બને ક્યાં ગુણપૂજક કર્મકાંડી કાચલા ધરતા,

પ્રભુના ધામની પાસે પડેલાં છોતરા જોયાં

જમાડ્યા વિણ ફકત ઉપદેશ દીધે રાખે માણસને

અતિ લોભી અતિ કામી ગુરુઓ ખાઉધરાં જોયાં

અપંગ માલિકનું રાખે ધ્યાન જીવનમાં મરણને બાદ

કબર ઉપર વફાના ફૂલ ધરતાં કૂતરા જોયાં

હ્દયમાં ભાવ કે ના પ્રેમ ઉપરછલ્લો કરે વ્યવહાર

પ્રદર્શન દંભનું દેખાડનારા નોતરાં જોયાં

કદી પાપોથી પસ્તાઈ ‘દિલીપ’ બદલાય છે માનવ

ક્ષણિક સંસારના સુખમાં દિવસ પણ આકરા જોયાં

-દિલીપ ગજ્જર

7 thoughts on “શ્રવણ સમ દિકરા જોયાં…

 1. હ્દયમાં ભાવ કે ના પ્રેમ ઉપરછલ્લો કરે વ્યવહાર
  પ્રદર્શન દંભનું દેખાડનારા નોતરાં જોયાં

  Word picture of today’s story.
  Effectively told by Shri dilipbhai.

  Ramesh Patel(Aakashdeep)

 2. આદરણીયશ્રી. દિલિપભાઈ સાહેબ

  ખુબજ સરસ રચના

  સાચે જ આ દેશ શ્રવણનો દેશ છે.

  ગુજરાતી સમાજની સાચે જ તન, મનથી

  સેવા કરી રહ્યા છો.

  બસ, આજ રીતે તમારા શૈક્ષણિક જ્ઞાનનો

  લાભ આપતા રહેશોજી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s