પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું…

જગતઃ પિતરો વન્દે પાર્વતિ પરમેશ્વરો


પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું

અવિભાજ્ય તેના સ્મરણમાં સરું છું

જતનથી ઉછેર્યો ગટરમાં ન ફેંક્યો

પિતા-માતા-ધાતાને  વંદન  કરું છું

નિરાકાર ઘટને તેં આકાર દીધો

ગુણોના પ્રદાતાને પૂષ્પો ધરું છું

મળી ભેટ ઉત્તમ પ્રથમ ખુદને ચાહુ

જીવનદાતામાં ઈશદર્શન કરું છું

રુએ રુએ તવ રુણ ઉપકાર અગણિત

જો ચાહુ ચૂકવવા ક્યાં ચુકવી શકુ છું

ભણાવ્યો ,ગણાવ્યો ,રમાડ્યો, હસાવ્યો

કૃતઘ્ની બની ગાળ ક્યાં દઈ શકુ છું ?

અનાયાસ પૂછે કોઈ નામ તારું

વિગતવાર હું તારી ગાથા વદુ છું

હું તારો તું મારો બીજું કૈ ના જાણું

જગે તેથી નિર્ભય બનીને ફરું છું

ઓ બાપા, દિપા શું ? ગીતાગાન ગાઉં ?

હવે તારું મલકાતું મુખડું સ્મરું છું

અહોભાગ સંસ્કાર અંતિમ કર્યા’તા

હું યે અગ્નિપથ પર પલેપલ સરું છું

કરી હું શકુ છું, બની હું શકું છુ,

હું કંકરથી શંકર બની પણ શકું છું

નથી દીન ‘દિલીપ’ મળ્યો વારસો જે

અનુભવનો વૈભવ વહેંચતો રહું છું

-દિલીપ ગજજર, લેસ્ટર

4 thoughts on “પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું…

 1. મળી ભેટ ઉત્તમ પ્રથમ ખુદને ચાહુ
  જીવનદાતામાં ઈશદર્શન કરું છું
  words from heart flowing with feelings.
  I enjoyed its spirit.
  Thanks Dilipbhai ,for nice poem.
  Ramesh Patel(Aakashdeep)

  I have narrated my feeling on your lines

  પ્રગટ દેવ
  પરબ્રહ્મ પરમેશ્વરે જગતને આપેલું અણમોલ નઝરાણું એટલે
  પ્રત્યક્ષ દેવ માતાપિતા.આજ ભાવ શ્રી પ્રિયકાન્ત મણિયારની
  ,’આ નભ ઝૂક્યું તે કાનજી’ ની રચના સાથે રમ્યા અને
  માતપિતાનું ઋણ સ્વીકારતાં આ કવન ગૂંજ્યું.
  પ્રગટ દેવ
  આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
  ને સુગંધી તે માતારે
  આ ઊંચા પહાડ તે પિતાજી
  ને સરવાણી તે માતારે
  આ અષાઢ ગાજ્યા તે પિતાજી
  ને ધરતી મ્હેંકે તે માતા રે

  આ સાગર ઉછળે તે પિતાજી
  ને ભીંની રેત તે માતા રે
  આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
  ને ચંદન લેપ તે માતા રે
  આ કવચ કૌવત તે પિતાજી
  ને મમતા ઢળી તે માતા રે

  આ ઢોલ વાગ્યું તે પિતાજી
  ને શરણાયું તે માતા રે
  આ ધ્રુવ તારો તે પિતાજી
  ને અચળ પદ તે માતા રે
  આ પ્રગટ દેવ તે પિતાજી
  ને પ્રભુ પ્યાર તે માતા રે
  રમેશ પટેલ(આકાશદીપ)

 2. આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
  ને સુગંધી તે માતારે
  ખુબ સુંદર શીઘ્ર રચના, માતાપિતા વિષે વિશાળ દૈવી ભાવ નું પ્રગટન, તમારી પિતા પરની રચના બિજી સાઇટ પર વાંચી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s