ગઝલ
ફૂલ, કળી, તરુવર ને પક્ષી સુંદર છે
કારણ કે ઉપવનનો માળી સુંદર છે
ઝરણાં, સાગર, પર્વત, વૃક્ષો ને માનવ
દ્રુષ્ટિ હો તો દુનિયા આખી સુંદર છે
મનભાવન રંગો જેમાંથી નીતરતાં
ચિત્રકારની પીંછી કેવી સુંદર છે !
શા માટે ત્યાં ભાત પડે ના રંગીલી
કોડીલી કન્યાની હથેળી સુંદર છે
કેફ હશે કેવો હું ‘સાગર’ શું જાણું
અલબત એ સાકી ને સુરાહી સુંદર છે.
-કિશોર ‘સાગર’
Photo-Dilip Gajjar
શા માટે ત્યાં ભાત પડે ના રંગીલી
કોડીલી કન્યાની હથેળી સુંદર છે
Vaah
Really SAGARA chhalakyo
Enjoyed
Ramesh Patel(Aakashdeep)
ને માનવ
દ્રુષ્ટિ હો તો દુનિયા આખી સુંદર છે
મનભાવન રંગો જેમાંથી નીતરતાં
ચિત્રકારની પીંછી કેવી સુંદર છે !
Nice Rachana ! Nice Rose !
સુંદર ગઝલ.