“We must become the change we want to see”
યુ.કે.નું લેસ્ટર
એજ મારું શહેર
લીલુંછમ શહેર મુજ
વૃક્ષથી છે સભર
વિશ્વ માનવ અહીં
સંસ્કૃતીથી સભર
બેલગ્રેવ રોડ પર
ઈન્ડિયાની અસર
લેસ્ટરવાસી પર
બાપૂ કરતાં નજર
-દિલીપ ગજજર,લેસ્ટર
ખુબ આનંદની વાત છે કે લેસ્ટરના બેલગ્રેવ રોડ પર પસાર થતા હવે તમને જુદી જ ઝલક પલકભરમાં દેખાઈ જશે..
સ્વીટ સોની અને સારીની હારબંધ દુકાનોમાત્ર હવે ત્યાં નથી હારબંધ ટ્રાફીકલાઈટ ઉપરાંત
ગાંધી બાપૂ તરફ તમારી નજર ગયા વિના નહિ રહે અને બાપુ પણ તે જ સમયે તમને કશુ કહ્યા વિના નહિ રહે…
અંતઃકરણના અરિસાની સ્વચછતા પર તે નિર્ભર છે જો ટ્યૂનિંગ બરાબર હશે તો જરુર તીવ્ર પ્રેરણા આપ્યા વિના નહિ રહે..
કેવું રીએક્શન બાપુ તરફ થાય છે તેના પરથી આત્મનિરીક્ષણ કરવું ઘટે કે,
કિં નુ મે સતપુરુષ યા કિં નુ મે પશુતુલ્ય ઈતિ ?
બાપુને વંદન.
” We must become the change we want to see”
And, as I visit Leicester in July,2009, I will be on that road too…Vandan to Bapu !
જનમ્યા ગુર્જર દેશ, સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
ગૌરવથી ભરી ,યશવંતી આપના બ્લોગની મુલાકાત.
સમાચાર સાંભળી તમને યાદ કરું ત્યાં તો તમેજ હર્ષ
વર્ષા કરી.
ધન્યવાદ.
અહીં અમેરિકામાં ,કેલીફોર્નીયાની રીવેરસાઈડ કાઉન્ટીમાં
બાપુની પ્રતિમાની અનાવરણ વિધીમાં મારી દોહિત્ર
જાનકી પ્રાસંગિક પ્રોગ્રામંમાં સહભાગી થઈ હતી.
ભારતના અમેરિકા ખાતેના એમ્બેસડર અને સેનેટર
વિગેરે મહાનુભાવો પધારેલા.
ચાલો તમારી સાથે વિશ્વ વિભૂતિને યાદ કરીએ.
જનમ્યા ગુર્જર દેશ, સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડમે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત, તવ ચરણે મલ્યો અવતાર
રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
ગરબે ઝગમગે જીવનદીપને, જગત જનનીનો સાથ
ધરતી મારી કુબેર ભંડારી, ભરશું પ્રગતિ સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ
Ramesh patel(Aakashdeep)