દિકરીના જન્મદિવસે એક ગીત

yogi
દિકરી યોગિશાના જન્મદિવસે એક ગીત રજુ કરું છું આશા છે આપ સહુને ગમશે.
મિત્ર મુસાફિર પાલનપુરીનું રચેલ આ ગીત ગાઈને આપની સમક્ષ મુકવું છે…

પ્રણયવેલની કુંપળ છે તું ઉર ઉપવનનું ફૂલ

તું પંખી તું કલરવ મીઠો તું જ ગીત મંજુલ


પ્રથમ કિરણશી જ્યારથી નિરખી આંખ ઠરી છે મારી

ઉઘડી છે મુજ અંતરદ્વારે ઉલ્લાસોની બારી

પ્રેમકૃપાથી હેમ થયા સૌ સ્વપ્નોના તાંદુલ


બુટ્ટી, બક્કલ, કંઠી કંગલ અક્ષરનું અજવાળું

એ તારા આભૂષણ બેટી તું આભૂષણ મારું

મમ્મી છે મીરાની ચાદર તું મનગમતી ઝૂલ


ચાર દિવાલોની આ માયા તુજથી ઘર લાગે છે

એક દિવસ તું ઉડી જશેનો ડર ભારે લાગે છે

તુજવિણ નક્કી ખખડી પડશે પપ્પા નામનો પૂલ


-મુસાફિર પાલનપુરી

Advertisements

સત્યનો સંસારમાં આભાસ છે

Pitro-Jagana

ચંદ્રનો પાણીમહીં જે ભાસ છે

સત્યનો સંસારમાં આભાસ છે

જીવને છે શીવનો સંગાથ પણ,

ઇન્દ્રિયોને વિષયોની પ્યાસ છે

શીલ ને  આચારહીન  પ્રચારમાં,

વાણીનો વિલાસ છે, બકવાસ છે

બારમાસે  તેજ લઈ  ચમકે  બહું

ઉછીના અજવાસને અમ્માસ છે

પાપ,શોષણ છળકપટ ધન ઢાંકવા

સાધુના  મળતા ઘણા લિબાસ છે

એક સાથે સાધુ ને  શેતાન ત્યાં

કોણ  સત્યોની  કરે તપાસ  છે

એક હાથે શસ્ત્ર બીજે શાસ્ત્ર છે

સત્યના  પક્ષે  વિરોધાભાસ છે

વિશ્વ પર ઉપકાર કરવા દોડતાં

તેમનો કાઢી લીધો મેં ક્યાસ છે

ડૂબકી  મારી કે  પાવન થઈ ગયા

કોને ચિંતન ધ્યાન કે અભ્યાસ છે

સત્ય ને ઈશ્વર કેદ છે સંસ્થામહીં

સત્યનું આયોજન સત્યાનાશ છે !

-દિલીપ ગજજર

સુધારીને વાંચવુ-આદ્ય શંકરાચાર્યને ભણ તો ખરો


આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું-આદિલ મન્સૂરી

GetAttachment-1.aspx

આજ

આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું,

અંધકારનો સર્પ સરકતો

શંકરની ગરદનમાં,

નંદી હમણાં

ખરી પછાડી; પુચ્છ ઉછાળી

ધસી આવશે,

કરોળિયાનાં જાળાઓમાં

શિંગ ભરાતાં

ખચકાશે; અટવાશે,

ત્યારે

દેહ ઉપરથી

ભસ્મ ઉડીને પંથ ચીંધશે,

ઘંટારવની સૌરભ પ્રસરે કુંજે કુંજે,

આજ સકલ બ્રહ્માંડ શબ્દનું ઝૂલ્યું,

ખૂલ્યું ખૂલ્યું

આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું.


-આદિલ મન્સૂરી

તેમના ‘સતત’ કાવ્ય સંગ્રહમાંથી

શિવજી મહિમા ! -રમેશ પટેલ ‘આકાશદીપ’

lordshivaશિવજી મહિમા

વહે ગંગની ધાર, ચમકે બીજનો ચંદ્ર જટાએ
ફણિધર દે નાગચૂડ , અંગે ભસ્મ ભભૂતિ દમકે
પિનાકીન પાશુપતિ,તાંડવ નર્તક,હળાહળનો હરનાર
ગણેશ કાર્તિકેય પુત્રસહ માત પાર્વતી શોભે તમ દરબાર
ત્રિશૂળ ધારી, ત્રિલોચન,મૃત્યુન્જય મહાદેવ તું દાતાર
નમીએ તુજને, તુજ કૃપાથી પામીએ કૈલાશ દ્વાર

મહાદેવજી અંગે ભસ્મ લગાવી અક્ષર અને ક્ષરના ભેદ બતાવે છે.ભભૂતિ નાથનો સૂક્ષ્મ સદેશ ઝીલીએ.

ભભૂતી

રાખ રાખોડી ભસ્મ ભભૂત, નિર્મળ નામશેષ મહા લીલા
તપતા તપતા સંસાર અગનમાં,પરખ્યા ભેદ ભરમ ભાવિના

રાખ તારા લાખ સવાયા, મૂલ મોંઘેરા આજ દીઠા
શિવ અંગે ભભૂત થઈ દિવ્ય સત્સંગ તમે કંઈ કીધા

માયા મૂકી રાખ જ થાતા ભૂપતિ જતિ સતી અવતારી
સંગ ના આવે સગપણ અમારા દેખી તારી ભભૂતી

યજ્ઞ વેદી સ્મશાન ઘાટ કે હોય ઘર ચૂલાની રાખોડી
સંદેશ દેતી સકળ સંસારે, પંચભૂતોની સર્જન વિલયની જોડી

વૃક્ષો બની ખનીજ ખડક ને ભળભળ ભડકે બળતા
મૂઠીભર રાખોડી બનીને પથપથ પવને ઉડતા

રૂપ રૂપૈયા મહેલ મહેલાતો ને કુદરત કરિશ્મા અનંત અનંતા
ભસ્મ રુપે વિલિન થાતા જ્યાંથી ઉદ્ ભવી વિધાતાની ગાથા

આજ રાખની જાણી મહાશાખ વિધ વિધ ઉપભોગે ભંડારી
રાખ રૂપાંતરે બની સિમેન્ટ ને નગરે નવનિર્માણની કેડી કંડારી

સૂક્ષ્મ ભેદ તત્ત્વોનાં ખોલ્યાં, રાખની શક્તિ આજ પિછાણી
રાખ નથી કંઈ અંત, નવ સર્જનની દેવી જાણી

રમેશ પટેલ ‘આકાશદીપ’


હઝલ-સૂફી મનૂબરી

hazalમિત્રો ,આજે નવી કેટેગરી-વિભાગ શરું કર્યો હઝલનો..જેઓ નથી જાણતા, હઝલ શું છે તેમને આ હઝલથી સમજાય જશે
ટૂંકમાં કહું તો આ કાવ્યના પ્રકારમાં હાસ્યરસ હોય છે..
તમને તે હળવે હસાવશે ક્યારેક જોરથી હસાવશે…તેવી કટાક્ષયુક્ત ગઝલની બહેન કહેવાય હઝલ !!!!

મુક્તક

બાપ-દિકરો રહે છે U.K.માં,

બેઉની વચ્ચે રોજ fight છે.

બાપ છે લેંઘાના જેવો ઢીલો,

દિકરો જીન્સ જેવો Tight છે.

હઝલ

હાસ્યની વાણી હઝલ, ને રાજાની રાણી હઝલ,

સો બિમારીની  દવા ક્યાંથી તમે આણી હઝલ ?

એ બધું રાખે છે મનમાં, ખૂબ છે શાણી હઝલ,

ને કવિતા માસીની એ થાય છે ભાણી હઝલ

કોઈ કહે લૂલી છે ને કોઈ કહે કાણી હઝલ,

વરસોથી વાંચી તમે પણ ના હજી જાણી હઝલ.

એમને મન તો છે એ મક્કાઈની ધાણી હઝલ,

મામાના મન તો હજી છે ઘાંચીની ઘાણી  હઝલ

ધબકી જ્યારે એ ‘ધબાકા’માં ”સૂફી”ના દોસ્તો,

ત્યારથી લોકોએ પિછાણી હઝલ, માણી હઝલ

-સૂફી મનૂબરી

ગાંધીના ગુજરાતમાં શું શું નહિ વેચાય છે

Baapuગાંધીના ગુજરાતમાં શું શું નહિ વેચાય છે

મૂલ્ય ચારિત્ર્યના સઘળા ધૂળ ભેગાં થાય છે

પોટલી કે બાટ્લી કે પાટ્લી યા ખાટલી

જીન્દગી તો ઠીક સોદા મોતના અંકાય છે

રામની કથાને લોકો હોંશથી સુણવા જતાં

કાંડ વિધવિધ સાંભળીને ભક્ત રાજી થાય છે

વાઈબ્રન્ટ ગુજરાતે લઠઠાકાંડ જ્યાં ભરખી રહ્યો

એક પછી એક લઠઠો પીને મોત મુખમાં જાય છે

દોષ કોને આપવો પોલિસ નેતા કે પ્રજા

પૈસા ખવડાવીને સઘળા કામ સંકેલાય છે

‘मै नही खाता हुं और खाने भी ना दुंगा तुझे’

ફિલ્મના ડાયલોગ મંત્રીના મુખે સંભળાય છે

આસા તાંત્રિક ફેરવી દે એમ પાણી આશ પર

ભોળા બાળકના બલિ આશ્રમમહીં દેવાય છે

ખૂન પંકજનુ કરી ગીતા કહી કમાઈને

લૂટતી ગુજરાતને મહારાષ્ટ્રની એક બાઈ છે

કામનાપૂર્તિને માટે યજ્ઞ આયોજન કરી

વિશ્વશાંતિના બહાને ધન લૂંટી લેવાય છે

કામ-ક્રોધ-લોભ દ્વારો નર્કના ગીતા કહે

પ્રમદા મદિરા ને ધનથી કોણ ના લલચાય છે

એક ‘દિ ગાંધીતણા સપનાનો સૂરજ ઉગશે

સ્વપ્ન ને આદર્શમાં તો ક્યાં સુધી જીવાય છે

આધિ વ્યાધિ ને ઉપાધિ નીરખી ચારે તરફ

મુજથી ચુપચાપ ના રહેવાય કે સહેવાય છે

-દિલીપ ગજજર, લેસ્ટર

માંસ,મદિરા, જૂઠ,ચોરી, દૂર દ્દુર્ગુણથી રહું,

ઈશ્વર સાક્ષી છે તેથી યમ નિયમ સચવાય છે

તું હની ખિજાય છે -અદમ ટંકારવી, ગાયક-ચંદુભાઈ મટાણી

jyare jyare tu hani khijay chhe

Singing chandubhai  2

ગાયક અને પ્રોડ્યુસરઃ ચંદુભાઈ મટાણી

નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ

હમણાં સુધી જે ધીસ હતી તે ધેટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી,

ઈન્ગલેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ

ગુજલીશ

જ્યારે જ્યારે તું હની ખિજાય છે

ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે

સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું

ગુજરાતીમાં આવજો કહેવાય છે

લાગણી લીટરના જેવી છે રબીશ,

ડસ્ટબીનમાં તે હવે ફેંકાય છે

તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ નહિ

અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે

મોનિકા જેવી જ ભાષા છે ‘અદમ’

સહેજ અડીએ ને ભવાડા થાય છે

-અદમ ટંકારવી

આ ગુજલીશ સાંભળવા ઉપરની લીંક ક્લીક કરો..

બીજી વાર ફરી તમારે લીન્ક પર ક્લીક કરવી પડશે…ત્યારે સ્ક્રીન બ્લેન્ક થશે અને એમપી૩ પ્લેયર ઓપન થશે..

આલ્બમઃ ગુજરાતી ડોટ કોમ

સંગીતઃ આસિત દેસાઈ