હરિના ઉત્સવ

IMG_8813

હરિના ઉત્સવ

રઢિયાળી રાત ,સજતી શણગાર,ટમટમે તારલાની ભાત

ધુમ્મર ચાલે,મહાલતી વહાલે,વરઘોડાની વરણાગી ચાલ

ઓવરણાંએ હરખ્યું પ્રભાત અંતર મંદિરીએ

હરિ   નિત  ભાળું  ઉત્સવ  તારા  આંગણીયે


ચાંદનીના ચંદરવે સાગરનાં શમણાંએ,ઊછળતો નૃત્યોનો નાદ

મોંઘેરાં  મોતીનો   થાળ  ભરીને  , ગજવોરે    શંખોના   સાદ

અવની અંબરના  મધુરા મેળ અમે માણીએ

હરિ   નિત  ભાળું  ઉત્સવ  તારા  આંગણીયે


વીજના હાર હીરલે વાદળ દંદુભીએ, આછેરા દેવ તમે ઝૂમજો

ઘેરા  નાદે વગડો  વંઠાળીને   છાતીએ  સુસવાટા ના તણાવજો

આવડા  હરખે હરજી તાંડવ ના પલાણીએ

હરિ   નિત  ભાળું  ઉત્સવ  તારા  આંગણીયે


ઝરમર ઝરમર ઝીલીએ અમીને,વ્યોમેથી વરસે  રે વહાલ

ખળખળ  સાદે  સંગીતના  તાલે ,  કુદરત  છેડે  રે  સાજ

પથ્થરમાંથી  પ્રગટતા  સંગીતે અમે ડોલીએ

હરિ   નિત  ભાળું  ઉત્સવ  તારા  આંગણીયે


સુમન  શણગારે  રેશમ ગાલીચે  મહેંકતું  મઘમઘી  જંગલ

ચૈતન્ય  ઝીલે  આનંદ  મંગલ ને  ઊછાળે  ઉમંગ  અનંગ

ભાવ  નજરિયે  અંતરમાં  આશરો  ઝીલીએ

હરિ   નિત  ભાળું  ઉત્સવ  તારા  આંગણીયે

રમેશ પટેલ(આકાશદીપ)

2 thoughts on “હરિના ઉત્સવ

 1. ઝરમર ઝરમર ઝીલીએ અમીને,વ્યોમેથી વરસે રે વહાલ

  ખળખળ સાદે સંગીતના તાલે , કુદરત છેડે રે સાજ

  પથ્થરમાંથી પ્રગટતા સંગીતે અમે ડોલીએ

  હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

  Very nice absolutely true festival is going on but only those can understand who are tuned !

 2. હરિના ઉત્સવ

  હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

  ચાંદનીના ચંદરવે સાગરનાં શમણાંએ,ઊછળતો નૃત્યોનો નાદ

  મોંઘેરાં મોતીનો થાળ ભરીને , ગજવોરે શંખોના સાદ

  અવની અંબરના મધુરા મેળ અમે માણીએ

  હરિ નિત ભાળું ઉત્સવ તારા આંગણીયે

  With full of devotion to God and his creation.
  Excellent.
  Enjoyed by heart.
  Vital Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s