જેવી મળી આ જિંદગી-રામુભાઈ મટવાડકર

jevi mali મિત્રો, આજે એક લંડનસ્થીત કવિની ગઝલ રજુ કરું છુ. ૨૦૦૮ની સાલમાં મને તેઓનો સંગ્રહ મળ્યો ‘ધરાથી ગગન સુધી’ જીવન જેવું છે તેમાંય ઘણું છે આ સમજાય તો સંતોષ નામના ચલણથી આપણા હ્દયનું ખાતુ ભરાય જાય…સાથે ઘર આંગણે ઉગેલ લવન્ડર તેની સુગન્ધ પ્રસરાવી રહ્યા હતા સૂરજનો પ્રકાશ કવિતા સર્જી રહ્યો હતો તેવામાં મન થયું ફોટો લેવાનું..અનાયાસે પતંગિયું આવી બેઠું અને અને તક ઝડપી લીધી..આછા સફેદ અને પીલા રંગના પતંગિયાની એક પાંખ પર કાળું ટીલુ જોતા એમ લાગે કે જાણે મા જાણે તેના વહાયલસોયા ને કહેતી ના હોય કે દિકરા તને નજર ના લાગે ! મળી આ જિંદગી,…ઘણું આપી ગઈ…હાલમાં વરસાદ વરસી રહ્યો છે તેનો ઝરમર અવાજ બેકગ્રાઉડમાં સંગીત સર્જી રહ્યો છે ધરતીમાંથી સોડમ ઉઠી છે… ચાલો હવે માણીએ ગઝલ…

જેવી મળી આ જિંદગી, કાયમ હશે તો ચાલશે.

જીવ્યો મહીં જે સાદગી, કાયમ હશે તો ચાલશે

પુષ્પો પ્રસંશાના મને ના આપશો મૃત્યુ સુધી,

સાચું કહું, જો પુષ્પ એવાં કમ હશે તો ચાલશે.

મારા તમે સ્નેહી ભલે થાતા નહિ પરવા નથી,

વર્તાવમાં તવ દંશ ના હર દમ હશે તો ચાલશે.

મિત્રો તમે સૌ ના કદી મળશો મને વાંધો નથી,

મુજ મૃત્યુ ટાણે કૈક તમને ગમ હશે તો ચાલશે

આપો શિખામણ સર્વદા મુજ હિતને કાજે તમે,

એમાં કદી ના શેહ કે ન શરમ હશે તો ચાલશે.

જીવનમહીં જો પાનખર છે તો વસંતે ક્યાં નથી,

સહેવાય એવી કોઈપણ મોસમ હશે તો ચાલશે.

કરવી પડે શેં વાત તારે સૌ અતિશ્યોકિતભરી,

જેવી ભલે પણ હોય એમાં દમ હશે તો ચાલશે

-રામુભાઈ મટવાડકર


2 thoughts on “જેવી મળી આ જિંદગી-રામુભાઈ મટવાડકર

 1. મિત્રો તમે સૌ ના કદી મળશો મને વાંધો નથી,
  મુજ મૃત્યુ ટાણે કૈક તમને ગમ હશે તો ચાલશે
  આપો શિખામણ સર્વદા મુજ હિતને કાજે તમે,
  એમાં કદી ના શેહ કે ન શરમ હશે તો ચાલશે.

  life and its philosophy.
  Nicely expressed.

  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s