તે ગાંધી નહીં !-ગુણવંત શાહ

gandhi

જેમના સિદ્ધાંતોનો અને ની તિઓનો મારે વિરોધ કરવો પડે છે,

તેમના પ્રેમ અને વિશ્વાસનું હુ હંમેશા પાત્ર બન્યો છું. -મો.ક. ગાંધી


જેમને સત મૂલ્યને આગળ સદા સૌથી કર્યા

જ્યાં ગયા ત્યાં માર્ગમાં અવરોધ પણ ખૂબ જ નડ્યાં

રાષ્ટ્રના રક્ષણને માટે પ્રાણ જેણે પાથર્યા

આજ પણ સળિયાની પાછળ તેમના દર્શન કર્યા

-દિલીપ ગજજર, લેસ્ટર

***

લીધેલું કામ અડધેથી છોડે, તે ગાંધી નહીં.

ડરથી કોઈ કામ પડતું મેલે, તે ગાંધી નહીં.

પોતાની રાઈ જેવડી  ભૂલ છુપાવે તે ગાંધી નહીં.

સત્ય સાથે જે બાંધછોડ કરે, તે ગાંધી નહીં.

મિત્રને છાવરે ને દુશ્મનને છેતરે, તે ગાધી નહીં.

-ગુણવંત શાહ ‘ગાંધી-ગંગા’માંથી


અહિંસા પ્રેમનો સિધ્ધાંત સમજાવી ગયા ગાંધી

લડત આઝાદી માટે રીત બતલાવી ગયા ગાંધી

નરાધમ નાથુરામે તો કરી નાખી છતાં હત્યા

જગતને ભાઇચારાનો સબક આપી ગયા ગાંધી

સિરાજ પટેલ “પગુથનવી” સેક્રેટરી ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ-યુ.કે.

***

ચાલો વિશ્વ વિભૂતિને યાદ કરીએ.

જનમ્યા ગુર્જર દેશ, સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત

તવ રંગે સોડમે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ

વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન

ધન્ય ધન્ય ગુર્જરી માત, તવ ચરણે મલ્યો અવતાર

***

રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ

ગરબે ઝગમગે જીવનદીપને,જગત જનનીનો સાથ

ધરતી મારી કુબેર ભંડારી,ભરશું પ્રગતિ સોપાન

જય જય રંગીલી ગુજરાત,શોભે યશચંદ્ર તવ ભાલ

રમેશ પટેલ ( આકાશદીપ )

માતા તારો બેટડો આવે ઃ ઝવેરચંદ મેઘાણી

આશાહીન એકલો આવે

જો જો ! મારો બેટડો આવે ઃ

સંદેશાઓ ખેપિયા લાવે

ભાઈ વિદેશીડાં વીનવું રે-

એને રોકશો મા ઝાઝી વાર ;

***

ગાંધીને માર્ગે કૂચ કરીને ચાલશું અમે

ને પાશવી બલને સદા પડકારશું અમે

લાખો ગુલામો શોષકોને પોષતા હજુ

જાગૃતિ કાજે શંખ સતનો ફુંકશું અમે

દાંડીકૂચ મહોત્સવ

-દિલીપ ગજજર, લેસ્ટર

***

જગતની આંધી વચ્ચે આજ ગાંધી પ્રેરણા આપે

વિરોધીઓનો જીતી પ્રેમ ગાંધી પ્રેરણા આપે

ચડાવે તક્તી સંતો ભથ્થાખોરો પણ ધરે ફુલો

ની તિને માર્ગ ધપવા સહુને ગાંધી પ્રેરણા આપે

-દિલીપ ગજજર, લેસ્ટર

7 thoughts on “તે ગાંધી નહીં !-ગુણવંત શાહ

 1. ગાંધીને માર્ગે કૂચ કરીને ચાલશું અમે
  ને પાશવી બલને સદા પડકારશું અમે
  લાખો ગુલામો શોષકોને પોષતા હજુ
  જાગૃતિ કાજે શંખ સતનો ફુંકશું અમે
  Yes it is essential now days that
  this world has to walk on his thoughts
  Nice SANKALAN.
  rRamesh Patel (Aakashdeep) .

 2. દિલીપભાઈ,

  ખુબ સુંદર મુક્તકો.

  યાદ આવ્યું ….

  કેવો તું કિમતી હતો, સસ્તો બની ગયો,
  બનવું હતું નહીં, પણ શિરસ્તો બની ગયો
  ગાંધી તને ખબર છે તારું થયું છે શું
  ખુરશી સુધી પહોંચવાનો તું રસ્તો બની ગયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s