jyare jyare tu hani khijay chhe

ગાયક અને પ્રોડ્યુસરઃ ચંદુભાઈ મટાણી
નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ
હમણાં સુધી જે ધીસ હતી તે ધેટ થઈ ગઈ
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી,
ઈન્ગલેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ
ગુજલીશ
જ્યારે જ્યારે તું હની ખિજાય છે
ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે
સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું
ગુજરાતીમાં આવજો કહેવાય છે
લાગણી લીટરના જેવી છે રબીશ,
ડસ્ટબીનમાં તે હવે ફેંકાય છે
તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ નહિ
અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે
મોનિકા જેવી જ ભાષા છે ‘અદમ’
સહેજ અડીએ ને ભવાડા થાય છે
-અદમ ટંકારવી
આ ગુજલીશ સાંભળવા ઉપરની લીંક ક્લીક કરો..
બીજી વાર ફરી તમારે લીન્ક પર ક્લીક કરવી પડશે…ત્યારે સ્ક્રીન બ્લેન્ક થશે અને એમપી૩ પ્લેયર ઓપન થશે..
આલ્બમઃ ગુજરાતી ડોટ કોમ
સંગીતઃ આસિત દેસાઈ
Like this:
Like Loading...
Related
Vow!
A gujlish Gazhal with satirical and Humouris t attire in a beautiful voice and mild music.
Excellent!
Wafa
સુંદર રચના !
આસિતભાઈના સંગીતે ગઝલને સુંદર ઓપ આપ્યો છે.
thanks for sharing
and further… ખાદીની એક ટોપી પાછી હેટ થઈ ગઈ.
તેમની શૈલી મને ખૂબ જ ગમે છે.
મજા આવી,સરસ ગાયકી
અભિનંદન ચંદુભાઈને.
રમેશ પટેલ(આકશદીપ)
bahu sunder rachana
ખુબ જ મજા આવી.,
એકદમ મીઠી અને ચતુર.
’હેત’
મજા આવી.,